જામનગરમાં એકલતાનો લાભ લઈ કપલ કરી રહ્યું હતું બિભસ્ત ક્રીડા, પણ ત્રીજી આંખ ભૂલી ગયા અને ખૂલી ગયું રાજ
જામનગરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના–ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ સાંજના સમયે એક કપલ ઘૂસ્યું હતું અને આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાનું શરૂ કર્યું હતું.
ઝી ન્યૂઝ/જામનગર: સોશિયલ મીડિયામાં અનેક લોકોના બિભત્સ વીડિયો વાયરલ થતા હોય છે, ક્યારેક ક્યારેક લોકો ભાન ભૂલીને એવી હરકત કરી બેસતા હોય છે કે તેઓની પોલ સમગ્ર દુનિયા સામે ખુલી જાય છે. હાલ જામનગરના ચાંદી બજારના બુગદામાં બિભત્સ ક્રીડા કરતું એક યુગલ સીસીટીવીમાં કેદ થયું છે, જેની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ તો આ વિડીયોએ ચાંદી બજારમાં આ યુગલ કોણ છે? તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં આવેલા ચાંદીબજાર બુગદા અઠવાડિયામાં રવિવાર સિવાય ધમધમતું હોય છે, પરંતુ રવિવારના દિવસે એક યુગલ બુગદામાં જાહેરમાં વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી બાજુ ચાંદીબજાર બુગદાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
સુરતમાં ચાર સંતાનના પિતાનું અધમ કૃત્ય; કેળાની લાલચ આપી પુત્રીની બહેનપણીને બનાવી હવસનો શિકાર
જામનગરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના–ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ સાંજના સમયે એક કપલ ઘૂસ્યું હતું અને આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમને ખબર નહોતી કે તેમને ઉપરથી એક કેમેરો જોઈ રહ્યો છે. કપલની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં ધીમે ધીમે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
રમઝાનના પહેલા દિવસે જ સુરતમાં ચાર ભાઈએ એકની એક બહેન ગુમાવી, કરૂણ ઘટનાની હકીકત જાણી રડી પડશો
આ બનાવે એક બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે, કપલનો આ વીડિયો જૂનો છે, એટલે કે 13-03-2022ના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ વિડિયો વાયરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, જ્યારે વેપારી આલમમાં ભારે રોષની લાગણી સાથે રમુજી ફેલાઈ છે.