મુસ્તાક દલ/જામનગર: જિલ્લામાં વરસેલો વરસાદ શહેરીજનો માટે આનંદ જ આનંદ લઈને આવ્યો છે. શહેરમાં પીવાના પાણીની જે સમસ્યા દર વખતે થાય છે તેનો મેઘરાજાએ અંત લાવી દીધો છે. શહેરના ચાર મહત્વના જળાશયો છલોછલ થઈ જતા આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાના પાણી માટે ફાંફાં નહીં મારવા પડે. શહેરના ઊંડ-1 અને આજી-3 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રણજીત સાગર અને સસોઈ ડેમ પણ 50 ટકા ભરાઈ જતાં પાણીની સમસ્યાનું મહદઅંશે સમાધાન થઈ ગયું છે. ચારેય ડેમમાં પાણીની આવક થતાં શહેરીજનોને આનંદ થયો છે સાથે જ તંત્રએ પણ હાંશકારો લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા ફરી મહેરબાન થતા જામનગરના શહેરીજનો લાપસીના આંધણ કરે તે પ્રકારનું હાલ વાતાવરણ જામનગરમાં જોવા મળી રહ્યું છે. જામનગર શહેરને પીવાનું પાણીવપૂરા પાડતા 4 જળાશયોમાં નવા નિર ની આવક થતા આગામી એક વર્ષ માટે જામનગરના શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે જેના પગલે તંત્ર એ પણ હાશકારો અનુભવ્યો છે. 


જામનગર શહેરને પીવાનું પાણી પુરા પાડતા ઊંડ-1 અને આજી-3 ડેમમાં 100 ટકા પાણી ભરાઈ ચૂકયા છે તો રણજીસાગર અને સસોઈ ડેમમાં પણ 50% થી વધુ નવી જળરાશિની આવક થતા જામનગરના શહેરીજનો માટે આગામી એક વર્ષ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. 


જામનગર શહેર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની કૃપા વરસી હતી. મેઘરાજાની સવારીને પરિણામે ડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી હતી. જામનગરની જીવાદોરી સમાન સસોઈ, રણજીતસાગર, ઉંડ-1 અને આજી-3 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમા આજી-3 અને ઉંડ-1 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જયારે સસોઈ અને રણજીત સાગર ડેમમાં 50 ટકા ઉપર પાણી ભરાયુ છે. ત્યારે જામનગરની જીવાદોરી સમાન ચાર ડેમોમાં નવા નીરની આવક થતાં જામનગરવાસીઓને આગામી એક વર્ષ ચાલે તેટલા પીવાના પાણીનો સ્ટોક થઈ જતાં શહેરીજનોમાં પણ ખુશીને લહેર જોવા મળી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube