મુસ્તાક દલ/જામનગર: જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાનો એક આગવી ઓળખ ઉભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર


જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમુજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે ફાની દુનિયાને અલવિદા કહી અને તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.


4 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર! ગુજરાત પર શું આવશે આફત? આવી ગઈ નજીક 'મહાખતરા'ની તારીખ!


સદગતની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન ર૦૩, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-૧ જામનગરના સ્થળેથી થી બપોરે ૪.૩૦ વાગ્યે નીકળશે. આજકાલ પરિવાર પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવે છે.