મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય રીતે મતદાનના હોર્ડિંગ્સ અને બેનરો માટે કોઈ સેલિબ્રિટીના ફોટો મૂકવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે જામનગરના કોમન માણસોને ચૂંટણીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમના શહેર અને જિલ્લામાં વિવિધ જાહેર માર્ગો અને સ્થળો પર મહાકાય બેનરો અને પોસ્ટરો લગાવી મતદાનની અનોખી અપીલ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં આ વખતે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે નવતર પ્રયોગો હાથ ધરવામા આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી આપણે જોયું હશે કે, કોઈ સેલિબ્રીટી બ્રાન્ડ એમ્બેસેડર હોય અથવા તો કોઈ ક્રિકેટર હોય કે ફિલ્મસ્ટાર હોય છે. જો કે જામનગરના જાહેર માર્ગો તથા પબ્લિક પ્લેસ પર ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપના કાર્યક્રમ હેઠળ જે કોઈ પણ મતદાન અપીલના બેનર લગાવવામાં આવી છે. તેમાં કોઈ પણ સેલિબ્રિટી નહીં પરંતુ સામાન્ય મતદારના ફોટા મૂકવામાં આવ્યા છે.


અમદાવાદ: ફી ન ભરનાર વિદ્યાર્થીઓને શાળાના રૂમમાં પૂરી રાખ્યા, વાલીઓમાં રોષ



આ વખતે જે પોસ્ટર્સ લગાવ્યાં છે તેમા જુદા-જુદા રાજમાર્ગો પર પણ કોમનમેન વોટ કરવાની અપીલ કરતા હોય તેવા પોસ્ટર લગાવાયા છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિ શંકર દ્વારા ગ્રામ્ય કક્ષામાંથી તેમજ શહેરમાંથી જે લોકો કોમનમેનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોમનમેનના વોટથી જ લોકશાહી મજબૂત બનતી હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ પોસ્ટરોમાં છેવાડાના માનવીને સ્થાન આપ્યું છે. જે ખુબ સરહાનિય બાબત કહેવાય. જેને લઈને મતદારોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.