મુસ્તાક દલ/જામનગર: શહેરમાં કોંગો ફિવરનો કેસ સામે આવ્યા પછી વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પશુઓમાં રહેલી ઇતરડીના કારણે આ રોગનો ફેલાવો થતો હોવાથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય તેમજ સોલિડવેસ્ટ શાખા તેમજ વેટરનીટી ટીમો દ્વારા વાયરસ ઇતરડીનો નાસ કરવા માટે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ અને પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ગઇકાલે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાવાની સાથે જિલ્લા કલેકટરે સમગ્ર આરોગ્ય વિભાગને એલર્ટ કર્યું છે. જેને લઈને આજથી જ 30 તારીખ સુધી શહેરના તમામ પશુપાલકોના અને અન્ય રહેઠાણોની આસપાસ જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવશે. જામનગર મનપાની આરોગ્ય શાખા તેમજ સોલિડવેસ્ટ શાખા દ્વારા તારીખ 4 થી 30 સપ્ટેમ્બર સુધી એક મહિના દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા પશુપાલકોના રહેઠાણની આસપાસ જરૂરી દવાઓનો છંટકાવ કરી ઈતરડીનો નાશ કરવામાં આવશે. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને તાકીદે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.


આધુનિક પદ્ધતિથી સફેદ ચંદનની ખેતી કરીને આ ખેડૂતે કરી લાખોની કમાણી


આ ઉપરાંત પશુઓના લોહીના નમૂનાઓ પણ એકત્ર કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવશે. જે કામગીરી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. પશુઓમાં રહેલી ઈતરડી જ્યારે માનવી ને કરડે છે ત્યારે તેનું ઇન્ફેક્શન લાગે છે અને તેના કારણે કોન્ગો ફીવરની બીમારી લાગુ પડે છે. જેથી પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ બકરા કુતરા વગેરે પ્રાણીઓમાં ઈતરડીનું પ્રમાણ જોવા મળે છે. જેથી વાયરલ ઈતરડી નજરે પડે તો તેનો તાત્કાલિક નાશ કરવા તેમજ આરોગ્ય વિભાગનો જરૂરી સુચના આપવામાં આવેલી છે. જ્યારે મનપાના કમિશનરે જણાવ્યું હતું કે, આ બીમારીથી કોઇને ગભરાવાની જરૂર નથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


જુઓ LIVE TV :