મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમા ઓમિક્રોન (omicron) નો પ્રથમ કેસ જામનગર (Jamnagar) શહેરમાં આવ્યો છે. ઝિમ્બાબ્વેથી આવેલ 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ ધીરે ધીરે જામનગરમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે. આ વચ્ચે જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. લોહાણા અગ્રણી અને ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિત પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. આ કારણે પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે, પરિવારના અનેક સદસ્યો જયપુરમાં એકસાથે લગ્નમાં ગયા હતા. તો બીજી તરફ જીતુભાઈ લાલે પોતાના કનેક્શનમાં આવનારા લોકોને ટેસ્ટ (corona test) કરાવી લેવા સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જીતુભાઈ લાલ દ્વારા જયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમનો દીકરો કિશ્નરાજ લાલના લગ્ન જયપુર ખાતે લેવાયા હતા. બે ચાર્ડર્ડ પ્લેન દ્વારા લાલ પરિવારના સભ્યો જયપુર ગયા હતા અને રજવાડી ઠાઠ સાથે દીકરાના લગ્ન લેવાયા હતા. જયપુરના મહેલમાં યોજાયેલ આ આ લગ્ન સમારોહમાં વિદેશથી પણ કેટલાક મહેમાનો આવ્યા હતા. 


આ પણ વાંચો : SG હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ, 5 કિમી સુધી વાહનો અટવાયા


જયપુરના જે પેલેસમાં લગ્ન લેવાયા હતા, ત્યાં વિદેશથી પણ કેટલાક મહેમાનો આવ્યા હતા. જેથી જીતુભાઈનો પરિવાર જામનગર પરત ફરતા જ કેટલાકની તબિયત લથડી હતી. ટેસ્ટ કરાવતા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી લગ્ન સમારંભમાં આવેલ તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા જીતુભાઇ લાલે અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ઓડિયો મૂકીને લોકોને ટેસ્ટ કરાવી લેવા સલાહ આપી છે. તો બીજી તરફ, થોડા દિવસોમાં જ જીતુભાઈ લાલના મોટાભાઈ આશોકભાઈ લાલના બંને પુત્રોના લગ્ન લેવાયા છે. પરિવાર કોરોનાગ્રસ્ત હોવાથી આ લગ્ન સમારંભ મોકૂફ રખાયા છે.


જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટ કેસ નોંધાતા મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં અંદાજે 100 જેટલી લારીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરર્યા હોય તેવા લોકોને દૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે.