મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં આજે નેશનલ ડોકટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી આવી. જેના ભાગરૂપે જામનગર શહેરમાં NCC ની 27 ગુજરાત બટાલિયનની ટીમ દ્વારા સમર્પણ હોસ્પિટલ ખાતે તબીબોને ગુલાબના ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. COVID-19 ના આ મુશ્કેલ સમયે ફરી એકવાર વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારી દ્વારા, દૈનિક ધોરણે, આપેલા યોગદાન અને બલિદાન માટે તેમનો આભાર માનવાનો સમય આવી ગયો છે. આ ઉમદા વ્યવસાય ના માનમાં, Doctor's Day વિશ્વભરમાં જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gully Boy કેમ અચાનક બની ગયો 'ગે'? જુઓ Ranveer Singh ના દિદાર, હવે Deepika નું શું થશે?



ભારતમાં 'National Doctor's Day' એ વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  ડો.બિધનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે, કે જેમણે ચિકિત્સક, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તરીકે સેવા આપી હતી. ભારતમાં 1 જુલાઈએ 'National Doctor's Day' તરીકે 1991 થી ઉજવાય છે અને ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા વાર્ષિક ધોરણે તેનું આયોજન કરવામાં આવે છે.


Shah Rukh એ કેમ આજ સુધી નથી જોઈ પોતાની પહેલી ફિલ્મ? જાણો શાહરૂખની સફળતા વિશે સલમાનના પિતાએ શું કહ્યું


આ વર્ષે ફરી એકવાર બધા ડોક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને આ પડકારરૂપ  સમયમાં  પ્રાથમિક તેમજ સમર્પિત COVID સંભાળ સુવિધાઓમાં નિરંતર  સેવા આપી રહ્યા છે. આજના દિવસે તેમનો દિલથી આભાર માનીએ અને તેમની અને તેમના પરિવાર જાનો ની સુરક્ષાની કામના કરીએ.  ચાલો આજે આપણે ભારતીયો સાથે મળીને આપણા ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓને તેમની સુરક્ષા નું વચન આપીએ. ડોક્ટરો તેમજ પેરામેડિક સ્ટાફ પર પણ COVID-19 રોગચાળો ખુબ જ સખત રહ્યો છે કારણ કે તેઓ એ તેમના નજીકના પરિવારના સભ્યોને વાયરસથી ગુમાવ્યા છે તેમ છતાં તેઓ એ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી છે.


Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’


ICUમાં ગંભીર રીતે બીમાર COVID19 દર્દીની સારવાર કરવી, સંચાલન કરવું, તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે  ડોક્ટરો માટે પણ ખુબ જ ભારી હોઈ છે. ડોકટરોએ દર્દીઓ અને તેમના સંબંધીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પડે છે જ્યારે પોતાને વ્યવસાયિક રીતે કામ કરવા માટે ભાવનાત્મક રીતે તેમનાથી  અલગ રાખવી પડે છે. આવા કટોકટી ના સમયે તેઓ પણ burnout થઇ જાય  છે. જે  ડોકટરો  જીવલેણ વાયરસથી સંક્રમિત લોકોના જીવન માટે સતત લડતા રહે છે  તેમનું  મહત્વ સમજી, તેમના સામાજિક યોગદાન નું સન્માન કરીએ.


Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું


ડો.પ્રશાંત તન્ના, પ્રેસીડન્ટ, આઇએમએ- જામનગર દ્વારા સાથી કોરોના વોરિયર્સને આજે તેમની નિસ્વાર્થ સેવા માટે અભીનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેમની સુરક્ષા અને સન્માનની જાળવણી માટે સરકાર અને ઈશ્વરને પ્રાર્થના કરી છે. આશા છે કે તેઓ આગળના પડકારો માટે તેમજ આગામી સમયમાં માનવતાની સેવા કરવા માટે સ્વસ્થ અને સલામત રહેશે. જામનગરની જનતાને IMA પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રશાંત તન્ના દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે કે લોકો સૌને બચાવવા માટે કોવિડ યોગ્ય વર્તન અપનાવે તેમજ વહેલામાં વહેલી તકે પોતાનું તેમજ પરિવારજનોનું રસીકરણ કરાવે.


Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!


Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube