મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં તબીબની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની ખાનગી હોસ્પીટલમાં 7 માસની બાળકીને સારવાર કરાવ્યા આવ્યા બાદ આ બાળકીનું તબીબની બેદરકારીને લીધે મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જે બાદ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા ટોળાએ ખાનગી હોસ્પિટલ ખાતે તોડફોડ કરી હતી. અને વાહનોને નુકશાન કર્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના એસ.ટી.રોડ પર આવેલી ડો. કશ્યપ કાનાણીની યુનો ખાનગી હોસ્પિટલ આવેલી છે. જ્યાં આજે શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા મેહુલ ગોરી નામના વ્યકતી તેઓની સાત માસની બાળકીને તાવ જેવી બીમારીમાં સારવાર અર્થે લાવ્યા હતા. જે બાદ એન્જલ નામની સાત માસની બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજતા, પરિવારજનોએ તબીબની બેદરકારીને લીધે મોત થયાનો આક્ષેપ કર્યો હતો.


અમદાવાદ: નાગોરીવાડમાં જૂથ અથડામણ થતા ટોળાએ કાર સળગાવી, થયો પથ્થરમારો


યુનો ખાનગી હોસ્પિટલ ખાતે બનાવ ને પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા. જ્યાં ઉશ્કેરાયેલા ટોળાએ હોસ્પીટલમાં તોડફોડ કરી હતી તેમજ હોસ્પિટલના પાર્કિંગમાં રાખેલા વાહનોમાં નુકશાન પહોચડ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જો કે એક માસૂમ બાળકીએ સારવાર દરમ્યાન જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર બનાવને પગલે યુનો હોસ્પિટલના તબીબ ડો. કશ્યપ કાનાણીએ મીડિયા સમક્ષ કાઇપણ ખેવનું સાફ ઇનકાર કર્યો હતો.