જામનગર: કોઇપણ પ્રકારની આફતોને પહોંચી વળવા તંત્ર સજ્જ, શહેરીજનો માટે કરાયું આ ખાસ કામ
ચોમાસાની સિઝન દરમિયાન શહેરીજનો કોઈપણ મુસીબતમાં મનપાના તંત્રના કંટ્રોલરૂમમાં સીધો સંપર્ક સાધી શકે તે માટે નંબરો પણ જાહેર કરાયા છે. ચોમાસામાં રેસ્ક્યુ માટે અને બોટ સહિતના સાધનોથી સજ્જ તેમજ સેનાની ત્રણેય પાંખ સાથે સંપર્ક કરવા સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી છે
મુસ્તાક દલ, જામગનર: ચોમાસાના આગમનના પગલે કોઇ પણ પ્રકારની આફતોને પહોંચી વળવા માટે જામનગર મહાનગર પાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. આજે જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ફાયર શાખા ખાતે ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન મનપાના મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ચોમાસાની સિઝન દરમિયાન શહેરીજનો કોઈપણ મુસીબતમાં મનપાના તંત્રના કંટ્રોલરૂમમાં સીધો સંપર્ક સાધી શકે તે માટે નંબરો પણ જાહેર કરાયા છે. ચોમાસામાં રેસ્ક્યુ માટે અને બોટ સહિતના સાધનોથી સજ્જ તેમજ સેનાની ત્રણેય પાંખ સાથે સંપર્ક કરવા સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાથે સાથે એક સોવેનિયર પણ બહાર પાડવામાં આવ્યું છે.
મહેસાણામાં અપહરણ બાદ કુવામાંથી મળી લાશ, પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા
જામનગર મહાનગરપાલિકાના તમામ નગરસેવકો અને ડિઝાસ્ટરને લગતા અધિકારીઓના નંબર પણ જાહેર કરાયા છે. જ્યારે ચોમાસાની આપદા સમયે લોકો મનપાના કંટ્રોલરૂમ સાથે પોતાના વિસ્તારના નગરસેવકોનો પણ સંપર્ક સાધી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ચોમાસાના પગલે આજે એક જૂનથી લઈ અને ચોમાસાના અંત સુધી મનપા ખાતે ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube