* જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો ફિયાસ્કો
* પ્રથમ દિવસે સવાર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા આવ્યા નહીં
* ખુલ્લી બજારમાં 1400 થી વધુ ના ભાવ મળતા ટેકાના ભાવે મગફળી ખરીદીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર 
* ઓનલાઇન નોંધણી કરાવવી હોવા છતાં ખેડૂતોએ પોતાની મગફળી વહેંચી નહીં
* ટેકાના ભાવે મગફળી ખરીદીની જટિલ પ્રક્રિયા ખેડૂતોમાં નારાજગી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્તાક દલ/જામનગર : શહેરમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે પ્રથમ દિવસે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં ઓનલાઇન નોંધણી કરાવેલી એક પણ ખેડૂત મગફળી વહેચવા ન આવતાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનો રીતસરનો ફિયાસ્કો થતો જોવા મળયો છે. ત્યારે એક રીતે કહી શકાય કે ચાલુ વર્ષે ખેડૂતોને નથી જોઈતો રાજ્ય સરકારનો ટેકો.


વડોદરા: પરેશ ધાનાણીએ લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા, સભામાંથી ચાલતી પકડી


જામનગરમાં ચાલુ વર્ષે 60,900 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે, ત્યારે આજે  ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રથમ દિવસ હોય તેના ભાગરૂપે સવારથી જ સમય અનુસાર તંત્ર દ્વારા હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. 45 જેટલા ખેડૂતોને આજે તંત્ર દ્વારા મગફળી વેચવા માટે એસએમએસની જાણ કરવામાં આવી હોવા છતાં પણ સવારથી એક પણ ખેડૂત પોતાની મગફળી ટેકાના ભાવે રાજ્ય સરકારને વહેચવા માટે ન આવતા ચાલુ વર્ષે ખેડૂતોમાં ટેકાના ભાવે મગફળી વહેચવા બાબતે નિરસતા જોવા મળી હતી.


PM મોદીને લઇ જનારુ પ્લેન નદીમાં ઉતરે તે પહેલા જ અચાનક થવા લાગ્યા વિસ્ફોટો, પોલીસ દોડતી થઇ


જોકે દર વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવા માટે વહેલી સવારથી ખેડૂતો યાર્ડ ખાતે કતારો લગાવતા હોય છે. જો કે ચાલુ વર્ષે પરિસ્થિતિ તેનાથી વિપરીત બનતા એક પણ ખેડૂત વહેંચવા માટે આવ્યા નહીં. ખેડૂતોએ જણાવ્યું છે કે, હાપા માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં 850 થી 1436 સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે. તાત્કાલિક રોકડા રૂપિયા પણ મગફળીના વેચાણ બાદ મળી જાય છે. ત્યારે ટેકાના ભાવે મગફળી પ્રક્રિયા ખૂબ જ કઠિન હોય અને ઓનલાઈન નોંધણીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયા માં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો. ત્યારબાદ પણ પૈસા ખાતામાં આવતા પણ ઘણો સમય લાગી જતો હોય ત્યારે આ તમામ જટિલ પ્રક્રિયાઓથી કંટાળીને ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી હોવા છતાં રાજ્ય સરકારને મગફળી વહેંચવાના બદલે હાપ માર્કેટયાર્ડમાં ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેચી ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારે એક રીતે કહી શકાય કે રાજ્ય સરકારની ટેકાના ભાવે મગફળી પ્રક્રિયાનો જામનગરમાં ચાલુ વર્ષે ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube