Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન તબીબોએ સેલ્ફી લીધી હતી. બ્રેઈન સ્ટોકના દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યારે જ ચાલુ ઓપરેશનમાં તબીબોએ ફોટો સેશન કર્યું હતું. ચાલુ ઓપરેશનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ MCI ના નિયમ તોડતા તબીબો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીજી હોસ્પિટલ એ જામનગરની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારે હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઓપરેશન દરમિયાન ફોટો સેશનની ઘટના બની હતી. ઘોર બેદરકારી જોઈ ઉચ્ચ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. ઓપરેશન એટલે એ દર્દી માટે જીવનમરણનો ખેલ હોય છે. આવા કપરા સમયે તબીબોનું ફોટોસેશન કેટલું યોગ્ય કહેવાય. જામનગરની જીજી હોસ્પિટલમા એક દર્દીનું બ્રેન સ્ટોક જેવું ગંભીર ઓપરેશન ચાલી રહ્યુ હતું, ત્યારે તબીબો ભાન ભૂલ્યા હતા. ગંભીર ઓપરેશન દરમિયાન આવા ફોટો સેશન કેટલુ યોગ્યા. આવી બેદરકારીથી દર્દીનો જીવ પણ જઈ શકે છે. એટલુ જ નહિ, તબીબો દ્વારા આ ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયા હતા.


ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, સુરત બાદ બનાસકાંઠામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ


તબીબોની થોડીઘણી ચૂક દર્દી માટે ભારે પડી શકે છે. હકીકત તો એ છે કે, તબીબો માટે કેટલીક ગાઈડલાઈન છે, ત્યારે જો તબીબો આ રીતે નિયમોને નેવે મૂકે તે કેટલું યોગ્ય. 


 



આ મુદ્દે જીજી હોસ્પિટલના ડીન નદીની દેસાઈએ કહ્યુ કે, આ અંગે કડક પગલા લેવામાં આવશે. તબીબો પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવશે. તો હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દીપક તિવારીએ જણાવ્યું કે, અમે ખુલાસ માંગ્યો છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવે તે મુજબ એક્શન લઈશું. રિપોર્ટ આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરીશું. અમે તબીબો પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો છે. હાલ અમારી પાસે ડો.ઈશ્વર અને ડો.પ્રતીકના નામ આવ્યા છે. 


ત્યારે સવાલ એ થાય કેમ તબીબો નિયમોને નેવે મૂકી રહ્યા છે. કેમ દર્દીની જિંદગી સાથે રમત કરવામાં આવે છે. ગંભીર ઓપરેશન દરમિયાને ફોટો સેશન કેટલું યોગ્ય કહેવાય. આવી બેદરકારી કોઈનો જીવ લેશે તો કોણ જવાબદાર. આવા બેદરકાર તબીબો સામે ક્યારે કડક કાર્યવાહી થશે.