જામનગર : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વીડિયો થયો વાયરલ
જામનગર પંથકમાં વધી રહેલા વિરોધ બાદ હાર્દિક પટેલે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે અને આ વીડિયો હાલ પંથકમાં વાયરલ થયો છે
મુસ્તાક દલ/જામનગરઃ જામનગર પંથકમાં વધી રહેલા વિરોધ બાદ હાર્દિક પટેલે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે અને આ વીડિયો હાલ પંથકમાં વાયરલ થયો છે. ગઇકાલે ધુળેટી દરમિયાન એક કાર્યક્રમમાં હાર્દિક વિરુદ્ધ મોદી મોદીના નારા લાગ્યા હતા અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આથી, તેના જવાબ સ્વરૂપે આજે શુક્રવારે સવારે હાર્દિક પટેલ દ્વારા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે તેનો વિરોધ કરનારા લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો છે.
આ વીડિયોમાં હાર્દિક જણાવે છે કે, "લોકોના વિરોધથી હું ડરી જાઉં એવો નથી. મારો વિરોધ આજથી નહીં પરંતુ ઘણા સમયથી થાય છે. મારો વિરોધ કરનારા ઘણા ઓછા છે અને સાથ આપનારા લોકોની સંખ્યા તેમના કરતાં ઘણી વધુ છે."
ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ
હાર્દિકે કહ્યું કે, "ઓછા લોકોના વિરોધથી હું ઘણા સાથ આપનારા લોકોને છોડી શકું નહીં. ગણ્યા-ગાંઠ્યા લોકોના વિરોધથી હું ચૂપ પણ નહીં બેસું".
તાપી કિનારે મહિલાની લાશ કાઢવા ગયા તરવૈયા, પણ બન્યું એવું કે હાર્ટ એટેક આવી જાય
હાર્દિકનો વિરોધ કરનારાનો સવાલ છે કે, 'તેણે અત્યાર સુધી સમાજના હિતમાં, ખેડૂતો માટે કે બેરોજગારો માટે કંઈ કર્યું છે ખરું?'