મુસ્તાક દલ/જામનગર: રાજ્યમાં અનેક વખત રખડતા ઢોરનો મામલો વકરતો જઈ રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં રખડતા ઢોરે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાની ઘટના CCTV માં કેદ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરના સેતાવાડ પાસેના વિસ્તારમાં ગઈકાલે (રવિવાર) મોડીસાંજે એક ઘટના બની હતી. જેમાં ભરતભાઈ જેઠાલાલ બોસમીયા નામના આધેડનું મોત નીપજ્યું છે. ચાંદીબજારમાં રહેતા ભરતભાઈ ઘરેથી બહાર નીકળતા રસ્તે રઝળતા ઢોરે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં આધેડને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું છે. 


સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મોટી સફળતા: ગુજરાતમાંથી ઝડપાયો બિશ્નોઈ ગેંગનો શૂટર સંતોષ જાધવ


રખડતા ઢોરે આધેડનો ભોગ લીધો હતો, એટલું જ નહીં, થોડા સમય પહેલા એક માસૂમના મોતથી પણ રખડતા ઢોર મામલે મનપાના તંત્રના પેટનું પાણી હલતું નથી. હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એક નિર્દોષ વ્યકિતના મોતના જવાબદાર કોણ....? ઘટનામાં ઢોર માલીક કે તંત્ર જવાબદાર... હાલ રાજ્યમાં ચારેબાજુ સૌથી મોટો સળગતો સવાલ છે. આ ઘટનાને અકસ્માત સમજવી કે તંત્રની બેદરકારીના પગલે એક નિર્દોષની હત્યા...? હાલ અનેક સવાલો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે પરંતુ શું તંત્ર સળગતા તમામ મોટા સવાલનો જવાબ આપી શકશે.


રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ: આજથી 5 દિવસની આગાહી, પ્રથમ વરસાદમાં 5નાં કરૂણ મોત


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા હોવાના અનેક કિસ્સાઓ છે. ત્યારે તંત્રની બેદરકારીનો હજી કેટલા લોકો ભોગ બનશે? તંત્રને કેમ લોકોના જીવની ચિંતા નથી? ઢોરને પકડવાના વાયદાનો અમલ કેમ નહીં? વારંવાર હુમલા થાય છે તેમ છતાં તંત્ર મૌન કેમ? તંત્રના બહેરા કાન સુધી લોકોની વ્યથા ક્યારે પહોંચશે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube