જામનગર/મુસ્તાક દલ: જામનગર શહેરમાં શરૂસેક્શન રોડ પર આવેલ મહેસુલ સેવા સદન ખાતે આવકના દાખલા કઢાવવામાં એજન્ટો દ્વારા આચરવામાં આવતા કૌભાંડ અંગે અગાઉ પણ ઝી 24 કલાક દ્વારા ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તંત્રની આ બાબતે આંખ ન ઉઘડતા આજે આખરે નગરસેવકો આ મામલે જાગૃત થયા હતા અને જામનગર શહેરમાં શરૂસેક્શન રોડ પાસે આવેલ સેવા સદન સંકુલ પાસેથી એજન્ટોના કબ્જામાંથી નગરસેવકોના ખોટા સહી સિક્કા કરેલા દાખલાઓ વહેંચવાનું કૌભાંડ નગરસેવોકોએ ઝડપી પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Modi Surname માનહાનિ કેસમાં રાહુલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત,સજા પર લગાવ્યો સ્ટે


જામનગરમાં કોંગ્રેસના જાગૃત નગરસેવિકા રચનાબેન નંદાણીયાને પોતાના અને અન્ય નગરસેવકોના દાખલાઓ સેવાસદન પાસે એજન્ટો દ્વારા ગેરકાયદે વેચાણ કરાતું હોવાનું અને દાખલાઓનો દુરુપયોગ થતા હોવાની માહિતી મળતા આજે નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ આ અંગે શરૂસેક્શન રોડ પર આવેલ સેવાસદન સંકુલ પાસે જનતા રેડ કરી અને એજન્ટોના કબજામાંથી ભાજપ કોંગ્રેસના નગરસેવકોના ખોટા સહિ સિક્કા વાળા દાખલાઓનું ગેરકાયદે વેચાણ થતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા ભાજપ કોંગ્રેસના નગરસેવકો જયેન્દ્રસિંહ ઝાલા, કેતન નાખવા સહિતના નગરસેવોકો પણ પોલીસ સ્ટેશનને દોડી આવ્યા હતા અને આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ કરાઈ હતી.


AMC નો કિલર બમ્પનો આઈડિયા ફેલ જતા હવે વાહનચાલકો ભોગ બનશે, ફટકારશે મોટો દંડ


જામનગરનક નગરસેવિકા દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ કૌભાંડમાં અનેક ચોકવનારી વિગતો બહાર આવી. શરૂસેક્શન રોડ પર આવેલા સેવાસદન સંકુલ પાસે એજન્ટો દ્વારા શહેરના જુદા જુદા વોર્ડના ભાજપ કોંગ્રેસના નગરસેવકોના ખોટા સહી સિક્કાવાળા આવકના અને પ્રમાણપત્રના દાખલાઓનું રૂપિયા 100 અને 200 માં ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હોય અને તેની જાણ આજે નગરસેવિકાને થતા તેણે આ મામલો ઉજાગર કર્યો અને સેવાસદન સંકુલ પાસે નગરસેવકોના દાખલાઓનું ગેરકાયદે વેચાણ કરતા દંપતિને રંગે હાથ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા હતા.


જવાનીમાં જોયેલા ઈંગ્લિશ પિક્ચર પરથી નટુકાકાએ ઘડપણમાં કાઠું કાઢ્યું!જોઈને રહી જશો દંગ


જ્યારે ગેરકાયદે દાખલાઓનું વેચાણ કરતા દંપતિ ઉપરાંત અન્ય ચાર એજન્ટોના કબજામાંથી પણ વધુ નગરસેવકોના નકલી સહી સિક્કા વાળા દાખલાઓ મળી આવ્યા છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે. છેલ્લા ઘણા સમયથી અહીં એજન્ટો દ્વારા આ પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવતો હોય અને જરૂરિયાત મંદ તેમજ ગરીબ માણસોને લૂંટવામાં આવતા હોય ત્યારે એજન્ટોને ઝડપી પાડી અને પોલીસ ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સેવા સદન સંકુલ પાસે જેટલા પણ એજન્ટો દ્વારા નકલી દાખલાઓનું ગેરફાયદા વેચાણ કરવામાં આવતું હોય તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.