મુસ્તાક દલ/જામનગર: જામનગર શહેરમાં આવેલા ગોકુલનગરના સરદારનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢે તેના પુત્રને ચોરીમાં સંડોવણી સંદર્ભે ઠપકો આપતાં પુત્ર અને તેની પત્નિએ સાથે મળી પ્રૌઢ પિતાને ખાટલામાં દોરી વડે બાંધી દઇ ગળેટૂંપો આપી હત્યા નિપજાવ્યાના બનાવમાં એલસીબીની ટીમે હત્યારા પુત્રને અમદાવાદના બાવળા ગામમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, અ'વાદમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો કાર્યક્રમ


બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેના સરદારનગર વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળના વતની શંકરદાસ બાવાજી નામના પ્રૌઢે તેનો પુત્ર સુનિલ અગાઉ ચોરીમાં ઝડપાઇ ગયો હોય અને ચોરી કરવાની કૂટેવ હોવાથી હાલમાં જ ચોરીમાં સંડોવાયેલો હોવાની શંકાના આધારે પિતાએ પુત્રને ચોરીની કૂટેવ બાબતે ઠપકો આપ્યો હતો. 


CM કેજરીવાલે અન્ય મંત્રીઓને ફાળવ્યા મનીષ સિસોદિયાના વિભાગ, જાણો કોને શું મળ્યું


પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતાં કપાતર પુત્ર સુનિલે તેની પત્નિ સુનૈયના સાથે મળીને પિતા શંકરદાસને તેના ઘરે હાથપગ દોરી વડે બાંધી દઇ મોઢે ડુમો આપી ગળેટૂંપો દઇ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ દંપતિ ફરાર થઇ ગયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અનિલદાસ દ્વારા જાણ કરાતાં પોલીસે દંપતિ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી


પોલીસને મળેલી હકીકતના આધારે અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક જામનગર-પાલનપુરની બસમાં મુસાફરી કરી રહેલા હત્યારા કપાતર પુત્ર સુનિલ શંકરભાઇ દાસ નામના શખ્સને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં. પોલીસે પૂછપરછ હાથ ધરતાં સીટી-સી ડિવિઝનના ગોકુલનગર વિસ્તારમાં બે દુકાનોના તાળા તોડી ચોરીમાં તથા વર્ષ 2018માં ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો. 


હિંડનબર્ગના તોફાનમાંથી બહાર આવ્યા અદાણી, 1 દિવસમાં કરી 3,30,32,32,00,000 ની કમાણી


એલસીબીની ટીમે સુનિલની ધરપકડ કરી સીટી-સી ડિવિઝન પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફને કબજો સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે સુનિલના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.