મુસ્તાક દલ/જામનગર: શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વકીલો પર ચારથી વધુ જેટલા જીવલેણ હુમલા તેમજ વકીલની હત્યા થવાની ઘટનાને લઈને જામનગરના વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેના ભાગરૂપે આજે વકીલો દ્વારા બાઇક રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વકીલ પ્રોટેક્શન એક લાવવાની કડક માંગ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં બે દિવસ અગાઉ યુવાન ધારાશાસ્ત્રી કલ્પેશ ફળિયા પર સરાજાહેર જીવલેણ હુમલો થયો હતો. અને ગંભીર અવસ્થામાં વકીલને સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યારે એક વર્ષ પહેલા પણ જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની શાળા જાહેર રૂપિયા કરવામાં આવી હતી. અને તેના હત્યારા પણ હજુ સુધી ઝડપાયા નથી ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન સતત ચાર વખતથી પણ વધુ વકીલો પર જેમણે હુમલાની ઘટના બની છે. તેમ છતાં વકીલોને કોઈ પણ જાતની પ્રોટેક્શન આપવામાં આવેલું નથી. વકીલ મિત્રો દ્વારા બાઈક રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


CM રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે



જામનગર જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજયપાલને પાઠવેલ આવેદનપત્રમાં વકીલોએ માંગ કરી હતી કે, મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક વકીલ પ્રોટેક્શન એકટ લાવવામાં આવે અને વકીલોને પોતાના સ્વરક્ષણ માટે તાત્કાલિક ધોરણે હથિયારની પરવાનગી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આજના વિરોધ કાર્યક્રમમાં જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા તેમજ હોદેદારો અને ગુજરાત બાર એસોના સભ્ય મનોજભાઇ અનડકટ તેમજ વકીલ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.