Ravindra Jadeja And Rivaba Jadeja : ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પારિવારિક વિવાદ કોઈનાથી છુપો નથી. નણંદ-ભાભી, ભાઈ-બહેન, પિતા-પુત્ર એકબીજાના વેરી બન્યા છે. ત્યારે હવે પારિવારિક ઝગડાને મોટું સ્વરૂપ મળ્યું છે. રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને વહુ સામે આક્ષેપો કર્યા છે. રવીન્દ્ર જાડેજાના પિતાએ અનેક આક્ષેપો કર્યાં છે. સાથે જ પરિવારમા ચાલતા ઝગડા વિશે ખુલીને વાત કરી છે. જે અંગે ખુદ રવીન્દ્ર જાડેજાને સોશિયલ મીડિયા પર ખુલાસો કરવાની ફરજ પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ કહ્યું - રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કર્યાં છે. રવિન્દ્ર જાડેજાના પિતાએ દાવો કર્યો હતો કે રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત ન થાત. મારી દીકરી નયનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે. 


 


વિમાનમાં પાયલટ અને કો-પાયલટને અલગ અલગ સમયે અલગ અલગ ભોજન કેમ અપાય છે, આ છે કારણ


રવીન્દ્ર જાડેજાનો ખુલાસો 
ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર ઇન્ટરવ્યુને એકતરફી ગણાવ્યો છે. રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, વાહીયાત ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. 


શું તમારું પણ માથું દુખે છે? ઠંડીમાં જ માથાનો દુખાવો ઉપડવાનુ છે એક ખાસ કારણ


ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત - રવીન્દ્ર જાડેજાના પિતા 
અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે, તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.


આ ગુજરાતણ અમેરિકામાં લડશે ચૂંટણી, સ્ટાર્ટ અપ કંપનીની માલિક હવે માંગશે વોટ