જામનગર: LCB દ્વારા આંતરરાજ્ય ચોરી કરતા ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી 41 ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીઓને આંતરરાજ્ય ગેંગ અંજામ આપતી હતી. સોના ચાંદીના દાગીના, રોકડ અને ધાતુની મૂર્તિ સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ગેંગના ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે, જ્યારે 41 જેટલી ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપી પાડવામાં જામનગર LCBને સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો


જામનગર જીલ્લામાં વધી રહેલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવાની દિશામાં સતત પ્રયત્નશીલ હતા, તેમાં ટીમને અંતે જબરી સફળતા મળી છે અને ધરફોડ ચોરી તથા મંદિર ચોરીને અંજામ આપનાર આંતરરાજય ગેંગની ત્રિપુટીને જામનગર એલસીબીએ દબોચી લીધી છે. ગત તા.01/08/2021 ના રોજ રાત્રીના જામજોધપુર વિસ્તારમાં કોટડા બાવીસી ગામમાં "કોટડા બાવીસી માતાજી" મંદિર તેમજ તા.07/09/2021 ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં “જલારામ મંદિર તેમજ તા.27/09/2021 ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં “ગાયત્રી મંદિર" માં ત્રણેક મહિના પહેલા રાત્રીના કાલાવડ ટાઉનમાં અમીપરીની દરગાહ પાસે આવેલ મકાનમાં ચોરીના બનાવ બનેલ જે અંગે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદો દાખલ થઇ હતી.


દિવાળીમાં માઠા સમાચાર! સેંકડો ગુજરાતીઓનાં આસ્થાનું કેન્દ્ર મંદિર દિવાળી-બેસતા વર્ષમાં બંધ રહેશે!


આ ચોરીઓની તપાસ દરમ્યાન જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જીલ્લામા મંદિર ચોરીની એમ.ઓ વાળા સક્રિય એમ.સી.આર ઇસમોને ચેક કરવામા આવ્યા હતા. આ ઉપરાંત ટેકનીકલ એનાલીસીસ સતત એલસીબી દ્વારા કરવામાં આવ્યું હતું. જામજોધપુર ટાઉનમાં તથા કાલાવડ ટાઉનમાં અલગ અલગ સ્થળોએ ધરફોડ ચોરી તથા મંદિર ચોરીમા પરપ્રાતિય ઇસમોની સંડોવણી હોવા અંગેની હકિકત બાતમી મળી હતી. જે બાતમી આધારે જામજોધપુર ટાઉનમાં માર્કેટીંટ યાર્ડ રોડ ઉપર ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. જેની પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂપીયા ચાંદીના છતર વિગરે 4,800 ગ્રામ, સોના દાગીના, ધાતુની મુર્તી-01 એક મળી અલગ અલગ ચોરીમાં ગયેલ મુદામાલ કિ.રૂ.2,84,970/- સાથે પકડી પાડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


NAVSARI માં બારદાનની આડમાં એવી વસ્તું લઇ જવાતી હતી કે દારૂ-ડ્રગ્સ તો સાવ ફિક્કા લાગશે


ગુજરાત રાજયના, જામનગર, મોરબી, રાજકોટ,ગીરસોનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભરૂચ,ગાંધીનગર, તથા મધ્યપ્રદેશના ગરબડા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ચોરીમાં આશરે 40 લાખથી વધુ રકમના રોકડ, સોના ચાંદીના દાગીના વિગેરેની ચોરી કરેલ છે. હાલ તપાસમાં દરમ્યાન વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. દ્વારા પ્રયત્નો ચાલુમા છે. આરોપીઓ મંદિરના તાળા તોડી તેમજ બંધ રહેણાક મકાન તથા ફેક્ટરીના તાળા તોડી રાત્રી દરમ્યાન ચોરીઓને અંજામ આપતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે.


યુવતી બોયફ્રેંડ સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે અચાનક દાદી આવી ગયા અને પછી...


આંતરરાજ્ય ગેંગનો ઝડપાયેલા આરોપીઓ...
* પ્રભુ મેઘજીભાઇ બામણીયા ધંધો મજુરી રહે.હાલ જામજોધપુર રહે.નવાનગર તા.ધાનપુર દાહોદ
* રાકેશ જેનુભાઇ ભુરીયા ધંધો મજુરી રહે હાલ જામજોધપુર મુળ રહેહગામ તા.ગરબાડા જી.દાહોદ
* લખમણભાઇ ચનુભાઇ ભુરીયા ધંધો મજુરી રહે.તા.ગરબાડા જી.દાહોદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube