રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા
Jamnagar Jamsaheb On Rupala Controversy : ગુજરાતમાં રૂપાલાના વિરોધ વચ્ચે હવે રાજવી પરિવારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. જામનગરના જામ સાહેબે ગઈકાલે વિરોધ બાદ આજે રૂપાલા મામલે આજે સમાધાનકારી વલણ અપનાવવા અપીલ કરી છે. જામ સાહેબના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર લખ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે રૂપાલાએ 2 વાર માફી માગી છે પણ એ યોગ્ય નથી પણ હવે ત્રીજીવાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ એવી અપીલ કરી છે. આમ હવે ધીરેધીરે આ વિવાદ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે.