Rivaba Jadeja Controversy : જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં રિવાબા જાડેજાનો ગુસ્સો આરપાર થયો હતો, અને તેઓએ પબ્લિકમાં જ સાંસદ પૂનમ માડમ અને જામનગરના મેયર બીનાબેન કોઠારીને ખખડાવ્યા હતા. ત્યારે મેયર આ ઘટના બાદ બીનાબેન કોઠારીએ ZEE 24 કલાક સાથે ખાસ વાત કરી. જેમાં તેઓએ કહ્યું કે, પક્ષના ધારાસભ્ય દ્વારા આવા વર્તનથી મારો પરિવાર આઘાતમાં છે. ચૂંટણી સમયે રિવાબાને જીતાડવા દિવસ-રાત મેં એક કર્યા. ધારાસભ્ય રિવાબા જાડેજા પાસે આવા વર્તનની અપેક્ષા ન હતી. સમગ્ર જૈન સમાજમાં પણ રિવાબાના વર્તન અંગે ભારે નારાજગી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાખોટા તળાવ ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાની મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમ માડમ સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી... જેના પછી આ મામલે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયરનો જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, તમે તમારી ઓકાતમાં રહેજો. ત્યારે રિવાબાના આવા વ્યવહારથી ગુસ્સે થયેલા મેયરના પરિવારે શહેર ભાજપ પ્રમુખને કાર્યાલય ખાતે રજૂઆત કરી છે. સમગ્ર ઘટના મામલે મેયરના પરિવારે દુખ વ્યક્ત કર્યું
છે. 


અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોંક્ય


આ વિશે જામનગરના મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું કે, મારા પક્ષના ધારાસભ્ય દ્વારા જ આવું વર્તન કરાતા મારો પરિવાર ભારે સદમામાં છે. ઘટના બન્યા પછી સતત બે દિવસથી પરિવાર ભારે ગમમાં રહ્યાં. ધારાસભ્ય દ્વારા અપમાનિત શબ્દનો ઉચ્ચારણ કરાતા પરિવારે પક્ષ સમક્ષ રજૂઆત કરી. ચૂંટણી સમયે પણ ધારાસભ્ય રિવાબાને જીતાડવા દિવસ રાત મેં એક કર્યા. ધારાસભ્ય રીવાબા જાડેજા પાસે આવા વર્તનની અપેક્ષા ન રાખી હતી. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ આ મામલે ભારે નારાજગી જોવા મળી છે. 


ગુજરાતે નવો રેકોર્ડ બનાવ્યો, સરકારે ગુજરાતીઓના ખાતામાં જમા કરાવ્યા આટલા કરોડ રૂપિયા


 


કોના રાજમાં સુરતમાં કાયદો કથળ્યો? ભાજપ અગ્રણીએ ચોર સમજી નિર્દોષ શ્રમજીવીઓને માર્યા


બીનાબેનના પરિવાર ભાજપ કાર્યાલય પહોંચ્યો હતો 
જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.


રાજકોટના 35 વકીલ બન્યા સાયબર ફ્રોડનો શિકાર, બધાના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા