Jamnagar News જામનગર : માનવોની રહેતા પ્રાણીઓ ક્યારેક એવુ કરે છે જેનાથી માનવતા પણ શરમાઈ જાય. એકવાર માણસ વફાદારી ચૂકી જાય, પણ જનાવર ન ચૂકે. માણસો માનવતા ભૂલી રહ્યાં છે, પરંતુ અબોલ પ્રાણીઓમાં હજી પણ તે જીવંત છે. આવા અસંખ્ય કિસ્સા સામે આવતા રહે છે, જેમાં પ્રાણીઓએ કંઈક અલગ કર્યુ હોય. આવામાં જામનગરની એક ઘોડીનો કિસ્સો તમને અચંબિત પમાડે તેવો છે. ઘોડા અને ઘોડી એવા પ્રાણી છે કે કોઈને પોતાની નજીક આવવા ન દે. જેની ગંધથી જ કોઈ પ્રાણી તેની પડખે ચડે નહીં અને ઘોડુ આવવા પણ ન દે. પરંતુ એક નીલ ગાયના બચ્ચાને જામનગરના ફાર્મની ઘોડીએ ન માત્ર અપનાવ્યું, પણ પોતાનું દૂધ પણ પીવડાવ્યું. જે અત્યંત અચંબો પમાડે તેવી ઘટના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના ભાગોળે સૂર્યરાજ ફાર્મહાઉસ આવેલું છે. જ્યાં અસંખ્ય ઘોડા ધોડીના ઉછેર કરવામાં આવે છે. આવામાં ગામના ભાગોળથી એક નીલ ગાયનું બચ્ચુ તેની માતાથી વિખૂટુ પડી ગયુ હતુ. જે ફરતા ફરતા ફાર્મમાં આવી ચઢ્યુ હતું. રઝળતા આ રોઝડાનુ બચ્ચુ એક ઘોડી પાસે પહોંચી ગયુ હતું. પરંતુ આ ઘોડીએ નીલ ગાયના બચ્ચાને પોતાનાથી દૂર ન ખસેડ્યું. તેણે બચ્ચાને પોતાના બચ્ચાની જેમ જ પ્રેમ આપ્યો. 


ગુજરાત માટે 4 દિવસ અતિભારે : આકાશથી આફત આવશે, આ શહેરોના લોકો ખાસ સાચવજો


એટલુ જ નહિ, ઘોડીએ નીલ ગાયના બચ્ચાને પોતાનુ દૂધ પીવડાવ્યું હતું. ઘોડીને બચ્ચુ થતા તેને ધાવણ આવતુ હતું, તેથી તેણે નીલ ગાયના બચ્ચાને પણ પોતાના બચ્ચાની જેમ પ્રેમ અને આહાર આપ્યો. 


જામનગરના જીવદયા પ્રેમી ધવલ રાવલ આ વિશે જણાવે છે કે, નીલ ગાયનું આ બચ્ચુ તેની માથી વિખૂટુ પડી ગયું હતું. જંગલ ખાતાએ તેનું રેસ્ક્યુ કરી અમને સોંપ્યું હતું. અમે મોટાભાગે આવા બચ્ચાઓને દૂધ પીવડાવી મોટા કરી જંગલમાં છોડી દેતા હોઈએ છીએ. પરંતુ આ બચ્ચુ શરૂઆતમાં આ ખેતરમાં રાખવામાં આવતા ઘોડીને માતા માનવા લાગ્યું હતું અને તેને છોડવા તૈયાર ન હતું જેનાથી અમને પણ ભારે આશ્ચર્ય થયું છે.


ગુજરાતના આ ગામમાં ખૌફનો મહોલ : ગલીઓમાં ફરે છે મગર, ગમે ત્યારે દરવાજે આવીને ઉભો રહે


આમ, આ ઘટના કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવી છે. પરંતુ માણસો માટે તે ઉદાહરણ રૂપ ઘટના છે. જો પ્રાણીઓ આવી માનવતા દાખવી શકે, તો માણસ પણ કરી શકે છે. નાતજાતના ભેદભાવો વગર માણસ સંપીને રહી શકે છે.  


પીનારાને નશો થઈ જાય તેવી ચા બનાવે છે આ સુરતી, ચામાં નાંખે છે જાતજાતના ફળો


ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર, તેમનો ક્લાસ આવે મજા પડી જાય છે