MLA Rivaba Jadeja Angry On Contractor મુસ્તાક દલ/જામનગર : જામનગર શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજા આકરા પાણીએ જોવા મળ્યા. શહેરમાં રોડનાં કામ ચેક કરવા પહોંચ્યા અને કોન્ટ્રાકટરનું આવી બન્યું હતું. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડ નું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરી હતી. ત્યારે ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી. સી. રોડ નાં કામ ચેક કરવા પહોંચ્યા હતા. જ્યાં કોન્ટ્રાકટર અને કામ કરતાં લોકોને સાપ સૂંઘી ગયો હોય એવી હાલત થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય રીવાબા જાડેજાએ તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી દીધુ હતું અને સી. સી. રોડનું કામ શરૂ કરાવ્યું અને અધિકારીઓને સૂચના આપી. .અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાતરી આપી હતી.



ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં ઉપરની મલાઈ લેવા કેટલાક શખ્સો નબળી ગુણવત્તા વાળું કામ કરી, પ્રજાને ગુણવત્તા વગરનું કામ કરી વાહવાહી કરતા હોય છે. જો કે, આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધીએ લાલ આંખ બતાવતા, સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા.