જામનગરઃ જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને તેમના બંને પુત્રો પર હત્યાનું કાવતરૂં ઘડવાનો સનસનીખેજ આરોપ તેમની પુત્રવધુએ લગાવ્યો છે. આ અંગે હિતેશની પત્ની દિવ્યાએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાવી છે. એક ઓડીયો ક્લીપ વાઈરલ થતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. જોકે, પોલીસ આ ઓડિયોની સત્યતા ચકાસશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, તેમના બે પુત્રો હિતેશ પટેલ અને વિપુલ પટેલ પર તેમનાં મોટા પુત્ર હિતેશની પત્નીએ ત્રણેય મળીને તેની હત્યાનું કાવતરું ઘડતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેણે અરજીમાં ચંદ્રેશ પટેલના પીએ મુકન્દ સભાયાનો પણ ઉલ્લેખ કર્યો છે. 


[[{"fid":"180987","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(દિવ્યાએ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીનો ફોટો)


ઘરમાં થઈ રહેલી વાતચીતની વાઈરલ થયેલી ઓડિયો ક્લીપમાં ચંદ્રેશ પટેલ પોતાના પુત્રો સાથે મળીને પુત્રવધુની હત્યાનું કાવતરૂં ઘડતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. વાતચીતમાં પુત્રવધુને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર તરફ લઈ જઈને પર્વત પરથી ધક્કો મારી હત્યા નિપજાવવાની વાતચીત થઈ રહી છે. 


હિતેશની પત્ની દિવ્યાએ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેના સસરા અને બે પુત્રો મળીને તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. જેના કારણે તેના અને તેના પુત્ર પર જીવનું જોખમ છે. તેણે અરજીમાં લખ્યું છે કે, હિતેશ સાથે 2001માં તેણે લવ મેરેજ કર્યા હતા. સસરાને આ લગ્નસંબંધ ગમતો ન હોવાથી તેઓ અલગ રહેતા હતા. તેમનાં લગ્ન સંબંધમાં 11 વર્ષનો એક પુત્ર પણ છે. તેના પતિ હિતેશને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની લત પડી ગઈ હતી અને દારૂ પીને ઘરે આવીને તે અવાર-નવાર મારઝુડ પણ કરતો હતો. 


[[{"fid":"180988","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


(હિતેશ પટેલ, દિવ્યા પટેલ અને તેનો પુત્ર- ફાઈલ ફોટો)


આ મારઝુડથી ઝઘડો વધી જતાં હિતેશ છેલ્લા ઘણા સમયથી તેના પિતાના ઘરે એકલો રહેવા જતો રહ્યો હતો. 


પોલીસે દિવ્યાની અરજીના આધારે ફરિયાદ દાખલ કર્યા બાદ બંધબારણે પુત્રવધુનું નિવેદન પણ નોંધ્યું છે. હવે પોલીસ સાંસદ ચંદ્રેશ પટેલ અને તેના પુત્રોની આ અંગે પુછપરછ કરવાની છે. આ સાથે જ વાયરલ થયેલી ઓડીયો ક્લીપની સત્યતા પણ ચકાસશે.