જામનગર: જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકાની લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમની પુત્રીનું સિંગાપુરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું છે. દિવાળીમાં દાઝી ગયેલી સાંસદની પુત્રી દિલ્હીથી મુંબઇ અને ત્યાંથી સિંગાપુર સારવાર કરવા માટે ખસેડવામાં આવી હતી. સાંસદ પુનમ માડમ સહિતનો પરિવાર સિંગાપુર દોડી ગયો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ પૂનમ માડમની દિકરી શિવાનીના મૃતદેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. ગત દિવાળી દરમિયાન સાંસદ પુનમ માડમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ 21 કોઈ પણ કારણસર પોતના ઘરે દાઝી ગઈ હતી. જેને લઈને તેણીને તાત્કાલીક સારવાર અપાઈ હતી.


વધુમાં વાંચો...પેપરલિક કાંડ : પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના


મહત્વનું છે, કે દિલ્હીથી વધુ સારવાર માટે શિવાનીને મુંબઈ ખસેડવામાં આવી હતી. જ્યાંથી પણ તબિયતમાં સુધારો નહીં થતા વધુ સારવાર અર્થે સિંગાપુર ખાતે ખસેડાવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું આજે સવારે મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું છે. સાંસદ માંડમના જામનગર ખાતે કાર્યાલય તરફથી જાણવા મળતી વિગત મુજબ, દિવાળી દરમિયાન શિવાની દિલ્લી ખાતેના નિવસ્થાને હતી ત્યાં ગીઝર ચાલુ કરતી વખતે નીકળેલ ગેસના કારણે આગ લાગી હતી. જોકે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ફટાકડા ફોડતાં આ અકસ્માત બન્યો હતો. આગમાં શિવાની સપડાઈ જતા સખત રીતે દાજી ગઈ હતી.