જામનગરની રન્ના અમેરિકન દંપતીના ખોળામાં ખિલખિલાટ કરશે, દીકરીને આપતા વેળાએ મહિલા સાંસદ પણ રડી પડ્યા
જામનગરની એક અનાથ બાળકીને પરિવાર મળ્યો છે, અને નિસંતાન દંપતીના ઘરે દીકરીનું આગમન થયુ છે. જામનગરમાં આજે USA ના એક દંપતીએ સ્પેશિયલ એડોપ્શન એજન્સીમાં ઉછેરી રહેલ બાળાને દત્તક લીધી છે. બાળકીને દત્તક લેતી વેળાએ ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અમેરિકન દંપતી દીકરીને પરિવારમાં આવકારતા ભાવુક થઈ ગયુ હતું.
મુસ્તાક દલ/જામનગર :જામનગરની એક અનાથ બાળકીને પરિવાર મળ્યો છે, અને નિસંતાન દંપતીના ઘરે દીકરીનું આગમન થયુ છે. જામનગરમાં આજે USA ના એક દંપતીએ સ્પેશિયલ એડોપ્શન એજન્સીમાં ઉછેરી રહેલ બાળાને દત્તક લીધી છે. બાળકીને દત્તક લેતી વેળાએ ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અમેરિકન દંપતી દીકરીને પરિવારમાં આવકારતા ભાવુક થઈ ગયુ હતું.
જામનગર શહેરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે બાળક દત્તક કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં USA ના દંપતીએ દત્તક વિધાન દ્વારા સ્પેશિયલ એડોપ્શન એજન્સી દ્વારા ઉછેર પામેલ બાળા "રન્ના" ને દત્તક લીધી છે. બાળકીને દત્તક લેતી વેળાએ ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તો સાંસદ પૂનમબેન માડમે USA ના દંપતીને શુભ કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી. બાળકીને દત્તક આપવાના કાર્યક્રમ વેળાએ સાંસદ પૂનમબેન માડમ પણ ભાવુક થયા હતા. કાર્યક્રમમાં વક્તવ્ય આપતી વેળાએ સાંસદ પૂનમ માડમના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. યુ.એસ.એ.ના દંપતીને બાળક આપવાના કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.