Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરના મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત પ્રાથમિક અહેવાલ અનુસાર જામનગરના મસીતિયા રોડ ફાર્મ હાઉસ સામે ગત મોડી રાતના રવિરાજ જેઠવા નામનો 22 વર્ષીય માનસિક અસ્થિર યુવક અકસ્માતે સો ફૂટ ઊંડા કુવામા ખાબક્યો હતો.


અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, કેમ મળે છે સસ્તું?


કૃષ્ણની દ્વારિકાની જેમ ગુજરાતના આ વિસ્તારો પણ દરિયામાં ડૂબી જશે, ડરમાં જીવે છે લોકો


યુવાન કૂવામાં ખાબકવાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યુ હાથ ધરી મહામહેનતે યુવકને હેમખેમ કુવામાંથી બહાર કાઢ્યો હતો. 


ફાયરની ટીમે ગ્રામજનોની મદદથી કુવાની અંદર દોરડા વડે ખાટલાને ઉતારી અને તેમાં આ યુવાનને ખાટલા પર ચઢાવી દોરડા વડે ખેંચી સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતે કૂવામાં પડી ગયેલા ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


રાજકોટમાં પતિએ પત્નીનો ફોન જોયો અને પછી પડ્યો ધ્રાસ્કો, ખૂલ્યું એવું બધું કે


વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MDનો મોટો ખુલાસો, જાણી લો શું આવી પહેલી પ્રતિક્રિયા