મુસ્તાક દલ/જામનગર :જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુધનને મારવાના ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી SOG પોલીસે ઝડપી પાડી છે. એસઓજી પોલીસ દ્વારા બે આરોપીઓ સહિત ત્રણ ટ્રેક્ટર ભરીને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આગળ તપાસ કરી ક્યાં ક્યાં સુધી નકલી ઇન્જેક્શનનો મોકલવામાં આવતા હતા તે અંગે તપાસ શરૂ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાય, ભેંસ સહિતના પશુધનને મારવામાં આવતા ડુપ્લીકેટ ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં જામનગર પોલીસને સફળતા મળી છે. એસઓજી પોલીસે બાતમીના આધારે જામનગર શહેરના ગોકુલનગર શાયોના શેરીમાં રહેતા ભીમશી મારખીભાઇ ગોજીયા તથા રામ દેશુરભાઇ ગોજીયાને પકડી પાડ્યા છે. જેઓ પોતાના રહેણાંક મકાનની ઓરડીઓમાં ઢોર ગાય ભેંસને વધુ દુધ આપવા માટે સફેદ પ્રવાહીમાં કેમિકલનો ઈન્જેકશનમાં ઉપયોગ કરી ઢોરની તંદુરસ્તી માટે નુકશાનકારક પદાર્થનું ગેર કાયદેસર ઉત્પાદન કરતા હતા. તેમજ બિન્દાસ્તપણે આ ઈન્જેક્શન પણ વેચતા હતા. 


આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદ વચ્ચે વિચિત્ર ઘટના : ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ


એસઓજીએ રેડ પાડીને ઈન્જેકશન બનાવાના સાધનો તથા પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો (ઇન્જેકશનો) જપ્ત કર્યા છે. કુલ 15,436 ઈન્જેક્શન જપ્ત કર્યા છે. તથા ઇન્જેકશન બનાવવા માટેના કેમિકલના નાના મોટા પાઉચના 48 નંગ તથા એસિડના કેરબા 11 નંગ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6.24 લાખનો મુદ્દામાલ પકડાયો છે. 


બંને આરોપીઓ સામે સિટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રાણી(ઢોર) કુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ભીમશી મારખીભાઇ ગોજીયા (ઉ.વ.37, રહે ગોકુલનગર શાયોના શેરી વાળી શેરી તેમજ જામનગર આરોપ રામ દેશુરભાઇ ગોજીયા રહે- ગોકુલનગર શાયોના શેરી વાળી શેરી જામનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યા છે.


આ પણ વાંચો : નવસારીની જીવાદોરી ગણાતી 3 મોટી નદીઓમાં પૂર, 3000 લોકોનું સ્થળાંતર કરાયું


નકલી ઈન્જેક્શનનો મોટો વેપલો
પશુઓને દૂધ વધારવા માટે અપાતા આવાં ઇન્જેકશનો પશુ ઉપરાંત માનવી માટે પણ હાનિકર્તા હોય છે. આવા ઇન્જેકશનો માર્કેટમાં છુટથી વેંચાય છે. એ પણ નરી વાસ્તવિકતા છે. પશુનો માલિક ચોક્કસ સમયે જ દૂધ મળે એ માટે જે ઈન્જેકશન આપે તે બે નંબરી માર્કેટમાંથી મેળવતા હોય છે. કારણ કે ગાય કે ભેંસ એક-દોઢ કલાક મોડું દૂધ આપે એ તેમને પોષાતું નથી હોતું. આજે માનવીમાં શુક્રાણુઓની કમિ સહિતની તકલીફો તેમજ લાંબા ગાળે પાચનતંત્ર સહિતના રોગો ઓક્સોટોક્સિના ઈન્જેક્શનને આભારી છે.