જામનગર/ ઝી બ્યુરો: ગુજરાતના ઓમિક્રોનનો પ્રથમ દર્દીનો રિપોર્ટ 12 દિવસ બાદ પણ નેગેટિવ આવ્યો નથી, જેના કારણે આરોગ્ય વિભાગમાં ચિંતા પેઠી છે. ઓમિક્રોનનો પ્રથમ દર્દીની સારવારમાં પેરાસિટામોલ અને ડોલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં તેના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 12 દિવસ પછી પણ રિપોર્ટ નેગેટિવ ન આવતાં આરોગ્ય વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજ.ના પ્રથમ ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બે વાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને 7 નેગેટિવ આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ઓમિક્રોનનો (Omicron) પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. આ દર્દી ઝિમ્બાબ્વેથી પર આવ્યા હતા. તેનામાં તાવ (fever) અને કળતરનાં લક્ષણો દેખાતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થતાં તેને આઇસોલેટ કરી સારવાર આપવાની શરૂઆત કરી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા 9 લોકોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. 


કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ બે વખત તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વખત તમામ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા, જ્યારે બીજી વખત ટેસ્ટ કરાતાં એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો, બાકીના 7 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ પ્રથમ દર્દીને સરકારી ગાઈડલાઈન પ્રમાણે દવાઓ આપવામાં આવી રહી છે. અને જ્યાં સુધી તેમને બે રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તેમને સારવાર આપવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય કે, જો લોકોએ તકેદારી ન રાખી તો આગામી દિવસોમાં સાઉથ આફ્રિકાની જેમ જામનગરમાં પણ ઓમિક્રોનનો ભરડો ફેલાય શકે છે. હાલ જામનગરમાં ઓમિક્રોનના 3 દર્દી સારવાર હેઠળ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube