VIDEO: દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને નડ્યો અકસ્માત, એકનું મોત અને 22 ઘાયલ
એક ખાનગી બસે સંઘના ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ટ્રેક્ટરે પદયાત્રીઓને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નિપજ્યું છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે.
જામનગર: હોળી આવી રહી છે તેના કારણે રાજ્યમાં ઠેરઠેરથી લોકો પગપાળા દ્વારકાધીશના દર્શને જતા હોય છે. આવો જ એક પદયાત્રીઓનો સંઘ દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે જામનગર નજીક સરમત પાટિયા પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ એક ખાનગી બસે સંઘના ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ટ્રેક્ટરે પદયાત્રીઓને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નિપજ્યું છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પદયાત્રીઓનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે જામનગર નજીક સરમત પાટિયા પાસે પદયાત્રીઓના સંઘને અકસ્માત નડ્યો. ટ્રેક્ટર સંઘનું જ હતું. એક ખાનગી બસે પદયાત્રીઓના ટ્રેક્ટરને ટક્કર મારી દીધી. ટક્કર બાદ આ ટ્રેક્ટરે પદયાત્રીઓને અડફેટે લઈ લેતા એક પદયાત્રીનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલ તમામ પદયાત્રીઓને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.