જામનગરઃ પોલીસે રાજકોટના આંગડીયા વેપારીની ખંડણી-અપહરણની ઘટના બનાવી નિષ્ફળ
અપહરણકારોને ઝડપતી વેળાએ પોલીસ અને આરોપીઓ વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, એક મહિલા પોલીસની જાગૃતિના કારણે અપહરણ અને ખંડણીની મોટી દુર્ઘટના ટળી, અપહરણ કરાયેલ વેપારીને છોડવામાં જામનગર જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી
મુસ્તાક દલ/ જામનગરઃ જામનગરમાં પોલીસ દ્વારા રાજકોટના એક વેપારી પાસે 4 કરોડની ખંડણી માંગી અપહરણ કરીને જામનગર બાયપાસ પાસેથી લઇ જતાં સમયે ભુજના પાંચ ખંડણીખોરોને ઝડપી પાડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને આખરે પોલીસે અપહરણની ઘટનાને નિષ્ફળ બનાવી હતી. પોલીસે પાંચેય આરોપીઓને બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપી લેવાયા હતા. અપહરણ અને ખંડણીની ઘટના નિષ્ફળ બનાવવામાં પોલીસે જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટના આંગડિયા પેઢીના વેપારી સંજય પટેલને મળવા તેની સાથે ભૂતકાળમાં કામ કરતા એવા કર્મચારી સહિત ભુજના 5 વ્યક્તિ આવ્યા હતા. તેઓ સંજય પટેલને તેઓ જે જૂના કર્મચારી પાસેથી રૂ.3 લાખ માગતા હતા તે પાછા અપાવાના પોતાની ગાડીમાં બેસાડીને ભાટીયા તરફ લઈ જતા હતા. આરોપીઓ જ્યારે જામનગર બાયપાસ પર ઠેબા ચોકડી પાસેથી કારમાં પસાર થતા હતા ત્યારે વેપારીને કારમાં મારી રહ્યા હતા. એ સમયે શહેરના પંચકોશી 'બી' ડિવિઝનના મહિલા પોલીસ કર્મચારી આ જોઈ ગયા હતા.
મહિલા કર્મચારીને કોઈ વ્યક્તિનું અપહરણ થયું હોવાની આશંકા જતાં તેમણે અપહરણકારોને પડકાર્યા હતા. પોલીસને જોઈને અપહરણકર્તા વેપારીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલા પોલીસ કર્મચારીએ તરત જ ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ કરતાં જિલ્લા પોલીસ વડા દ્વારા અપહરણકારોને ઝડપી લેવા શહેરભરમાં નાકાબંધી ગોઠવી દેવાઈ હતી.
[[{"fid":"222659","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહતની સરકારની જાહેરાત
અપહરણકારો રાજકોટના વેપારીને લઈને જામનગરના જોડીયા ભુંગા તરફ કાર લઈને ભાગ્યા હતા. જામનગરના પંચકોશી બી ડિવિઝન સહિતની પોલીસે ફિલ્મી ઢબે ખંડણીખોરોની કારનો પીછો કર્યો હતો અને તેમને ઝડપી લીધા હતા. અપહરણકારો પાસેથી ગન સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા હતા.
રાજકોટના આંગડીયા પેઢીના વેપારી સંજય પટેલ દ્વારા ભુજના પાંચેય આરોપીઓ વિરુદ્ધ ચાર કરોડની ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સંજય પટેલે જામનગર પોલીસની સમયસૂચકતા અને સજાગતા અંગે આભાર વ્યક્ત કર્યો હતો. સંજય પટેલે ખાસ પંચકોશી બી ડિવીઝન મહિલા કર્મચારીનો આભાર માન્યો હતો અને તેમને બહેન માની રક્ષાબંધનના દિવસે ખાસ રાખડી બાંધવા આવશે તેવું જણાવ્યું હતું.
જૂઓ LIVE TV....