મુસ્તાક દલ/જામનગર: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરમાં શ્રાવણી અને જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ફરીથી જામનગર મહાનગરપાલિકાના નેજા હેઠળ થવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ જામનગરના રંગમતી નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડ એમ બે સ્થળો પર પરંપરાગત લોક મેળાઓનું આયોજન ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. જેના માટે મનપાની સ્થાયી સમિતિએ નિર્ણય લઈ લીધો અને હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ઓગસ્ટ માસને લઇને શ્રાવણી અને જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે જેના ભાગરૂપે મનપાની સ્થાયી સમિતિએ કરેલા નિર્ણય મુજબ જામનગરમાં 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી લોકમેળા યોજાશે. શહેરનાં બે વિસ્તાર પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.


એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં કરી કમાલ


જુઓ LIVE TV



મનપા દ્વારા જન્માષ્ટમી સહિતના લોકમેળાઓનું ભવ્ય આયોજન કરવામા આવી રહ્યું છે. 5, 12, અને 19 ઓગસ્ટનાં રોજ શ્રાવણી સોમવારના મેળા પણ રંગમતી નદીના પટમાં યોજાશે. મનપામાં યોજાયેલ સ્થાયી સમિતિના ચેરમેન સુભાષ જોષી અધ્યક્ષસ્થાને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.