જામનગર: જામજોધપુર તાલુકાના સીદસર ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતા. જો કે, ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લાના સીદસરથી જામજોધપુર આવવાના રસ્તા પર વરસાદને કારણે ડાયવર્ઝન તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. એવામાં જામજોધપુર અભ્યાસ કરવા જતા વિજદ્યાર્થીઓને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો દ્વારા સીદસર ગામે ચક્કાજામ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- PM આવાસ મામલે કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા


ડાયવર્ઝન તૂટી જવાથી એસટી બસ પણ આ રસ્તા પર આવી શકતી ન હોવાથી જામજોધપુર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પહેલા ઉપલેટા જવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઘણા સમયથી શાળાઓ બંધ હતી અને જ્યારે હવે શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને સમયસર બસ ના મળતા આજે રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube