મુસ્તાક દલ, જામનગર: જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ દ્વારા ધોરણ 10 માં પોતાની શાળામાં જ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ ન અપાતા ABVP દ્વારા શાળા ખાતે સુત્રોચ્ચાર કરી પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવી હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારીમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ જે બાબત નો ડર હતો તે બાબત હવે સામે આવી રહી છે અને ધોરણ 10 માં માસ પ્રમોશન અપાતાં 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા બાદ હવે ધોરણ 11 માં પ્રવેશ કઈ રીતે મેળવવો તે પણ મોટો પ્રશ્ન શાળા સંચાલકો માટે થઇ રહ્યો છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પણ જોવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા પોતાની શાળામાં અભ્યાસ કરતા 32 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 10 માં પાસ થયા બાદ ધોરણ 11 માં પ્રવેશ ન અપાતા ABVP દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી તેમજ શાળાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી તથા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હોબાળો મચાવવામાં આવ્યો હતો.


જયારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યા મુજબ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મેરીટના આધારે જ શાળાની ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ આપવામાં આવ્યો છે...જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઇ અન્યાય કરવામાં આવ્યો નથી, જ્યારે ABVP ની રજૂઆતના પગલે આવતા વર્ષે તેમની રજૂઆત મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


જામનગર ABVP દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ST Xavier's સ્કુલ માં અભ્યાસ કરી ચૂકેલ ધો.10 ના વિદ્યાર્થીઓ ને ધો.11 માં પ્રવેશ આપવામાં આવતો નથી. તો આ ક્યાંક વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે ચેડાં કરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...આ વિધાર્થી હવે શું કરશે ? એના અન્ય સ્કુલ માં એડમિશન કરાવવાની જવાબદારી શું શાળા મેનેજમેન્ટ લ્યે છે? અને જો વિદ્યાર્થીઓ નું રિસલ્ટ ઓછું આવ્યું હોઇ તો થોડે અંશે શાળા પણ જવાબદાર હોઇ શકે.


માટે આ નિર્ણયનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી માંગ કરે છે ST Xavier's શાળા માં ધો.10 માં અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ તમારી જ શાળા માં ધો.11 માં એડમિશન આપવું આ બાબતે શાળા ના પ્રિન્સીપાલ ને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ.