Jamnagar south Gujarat Chunani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ, 1985થી ભાજપની વફાદાર જામનગર દક્ષિણ બેઠક જાણો કોણે જીતી
Jamnagar south Gujarat Chutani Result 2022: જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. જામનગર દક્ષિણની સીટ પર સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર અંદાજિત 27000 પાટીદાર મતદારોનો વસવાટ છે. આ બેઠક પર પૂરુષ મતદારો 1,17,287 જ્યારે મહિલા મતદારો 1,13,355 છે. આ બેઠક પર કુલ 2,30,652 મતદારો છે.
Jamnagar south Gujarat Chunav Result 2022: 1985થી ભાજપની વફાદાર જામનગર દક્ષિણ બેઠક આ વખતે પણ ભાજપને ફાળે ગઈ. ભાજપના દિવ્યેશ અકબરીએ કોંગ્રેસના મનોજભાઈ કથીરિયાને 62697 મતથી હરાવ્યા. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. જામનગર દક્ષિણની સીટ પર સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર અંદાજિત 27000 પાટીદાર મતદારોનો વસવાટ છે. આ બેઠક પર પૂરુષ મતદારો 1,17,287 જ્યારે મહિલા મતદારો 1,13,355 છે. આ બેઠક પર કુલ 2,30,652 મતદારો છે.
2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે દિવ્યેશ અકબરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે મનોજ કથીરિયાને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ વિશાલ ત્યાગીને મેદાને ઉતાર્યા હતા.
2017ની ચૂંટણી
જામનગર દક્ષિણ બેઠકન ઈતિહાસની વાત કરીએ તો પૂર્વ કૃષિ મંત્રી આર. સી. ફળદુને 71,718 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અશોક લાલને 55,369 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર અશોક લાલને 16,349 મતથી હરાવ્યા હતા. આર. સી. ફળદુ પોતે પણ પાટીદાર છે, તેથી પાટીદાર સમાજની વોટબેંક પર સારી પકડ ધરાવે છે.
2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વસુબહેન ત્રિવેદીને 55,894 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના જીતુ લાલને 53,032 મત મળ્યા હતા..જીતુ લાલ 2,862 મતથી હાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube