જામનગરમાં ખુશીની ઘડીઓ આવી, દેશના બે શહેરોમાં જવા નવી ફ્લાઈટ શરૂ થઈ
જામનગર એરપોર્ટ (jamnagar airport) થી આજથી બે નવી ફ્લાઈટનો પ્રારંભ થયો છે. જામનગરથી હૈદરાબાદ અને જામનગરથી બેંગ્લોરની ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. હાલ સપ્તાહમાં ત્રણ દિવસ આ નવી વિમાની સેવા મળશે. સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ ઉડાન ભરશે. સ્ટાર એર (Star Airline) સર્વિસીસ દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
મુસ્તાક દલ/જામનગર :જામનગર એરપોર્ટ (jamnagar airport) થી આજથી બે નવી ફ્લાઈટનો પ્રારંભ થયો છે. જામનગરથી હૈદરાબાદ અને જામનગરથી બેંગ્લોરની ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. હાલ સપ્તાહમાં ત્રણ દિવસ આ નવી વિમાની સેવા મળશે. સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ ઉડાન ભરશે. સ્ટાર એર (Star Airline) સર્વિસીસ દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
ટાયર -2 અને ટાયર -3 શહેરોને જોડવાના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, સ્ટાર એર (Star Air) ભારતની પ્રથમ એરલાઈન બનશે જે જામનગર, હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સ (flights) નું સંચાલન કરશે.
ફ્લાઈટને લગતી માહિતી
- બેંગલોરથી જામનગર માટે સવારે 6.35 કલાકે ટેક ઓફ થશે, જે જામનગર 8.50 કલાકે લેન્ડ થશે.
- જામનગર થી સવારે 9.15 કલાકે હૈદરાબાદ માટે ફ્લાઇટ ઉડાન ભરશે, જે સવારે 11.30 કલાકે હૈદરાબાદ પહોંચશે. આ જ ફ્લાઇટ હૈદરાબાદથી બપોરે 12 કલાકે ટેક ઓફ કરશે અને બપોરે 1.10 કલાકે બેંગલોર પહોંચશે.
- હૈદરાબાદથી જામનગર માટે ફ્લાઇટ બપોરે 3.20 કલાકે ઉડાન ભરશે, જે જામનગર સાંજે 5.20 કલાકે લેન્ડ થશે.
- જામનગરથી બેંગલોર માટે સાંજે 5.45 કલાકે ઉડાન ભરશે, જે રાત્રે 8.15 કલાકે બેંગલોર લેન્ડ થશે.
કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત નવી વિમાની સેવાનો લાભ જામનગર સહિત હાલારને મળ્યો છે. જેના માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અથાગ પ્રયત્નોને સફળતા મળી છે. નવી વિમાની સેવા શરૂ થતા હાલારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સાંજે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની જામનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિતિમાં નવી વીમાની સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે.