જામનગર : જિલ્લાના અલીયાબાડા ગામે આવેલી નદીમાં બે આધેડ અકસ્માતે ડૂબી જતા તેમના મૃત્યુ નિપજ્યાં હતા. જેના પગલે નાનકડા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. અલીયાબાડા ગામના સીતારામનગર ચેકડેમ પર ચાલીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિનો પગ લપસી જતા તેઓ ડેમમાં પટકાયા હતા. પાણીમા પટકાયેલા વ્યક્તિને બચાવવા જતા બીજી વ્યક્તિ પણ ડુબી હતી. જો કે ગ્રામજનોએ આ ઘટનાની જાણ થતા બંન્નેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બચાવી શક્યા નહોતા. બંન્નેના મોત નિપજ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી


ઘટના અંગે માહિતી મળતાની સાથે જ એ ડિવિઝન પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતક પૈકી એક અલીયાબાડા ગામનો અને લાલપુર રહેતો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, પુરની તબાહીનો સૌથી વધુ માર ખમી ચુકેલી અલીયાબાડા ગામમાં આજે વધારે એક કરૂણ ઘટના બનતા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. 


U.K ના હાઇકમિશ્નરે કરી CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા


આલીયાબાડી ગામની નદીમાં 42 વર્ષીય અજિતસિંહ ઉમેદસિંહ જાડેજા અને 50 વર્ષીય કેશુભિયા મગનભાઇ લીલાપરા નામના બે વ્યક્તિઓનાં અકસ્માતે ડુબી જતા મોત નિપજ્યાં છે. સીતારામનગર ચેકડેમ પર ચાલીને પસાર થતી વેળા એકનો પગ લપસી જતા કેશુભિયા પાણીમાં બચાવવા કુદ્યા હતા. જો કે બંન્નેના ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જેના કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ પથરાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube