સપના શર્મા/અમદાવાદ :ગુજરાતમાં રોજ અનેક લોકો છે જેઓ ટ્રેન દ્વારા અપડાઉન કરતા રહે છે. ત્યારે અપડાઉન કરનારા લોકોને હાલ ચાર દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયું કે, જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (ડીએફસીસીઆઈએલ) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.



1.      તા.22.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર


ઇન્ટરસિટી એક્સપ્રેસ
2.      તા.23.11.222 થી 27.11.2022 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા


ઇન્ટરસિટી એક્સપ્રેસ
3.      તા.22.11.222 થી 25.11.2022 સુધી ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
4.      તા.23.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ