મુસ્તાક દલ/જામનગર :જામનગર (Jamnagar) માં થોડા દિવસો પહેલા આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકોના ઘર, દુકાન, ખેતરમાં ભારે નુકસાની થઈ છે. આ નુકસાનીએ અનેક લોકોને રડાવ્યા. લોકો પાસે પોતાની બચતનું કંઈ બચ્યુ નથી. ત્યારે એક કરિયાણાની દુકાનનો માલસામાન પલળી ગયાની ચિંતામાં અને મોટું આર્થિક નુકશાન થતા એક મુસ્લિમ વેપારી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત (suicide) કરતા ભારે અરેરાટી ફેલાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી શેરી નં-2 મા રહેતા ગુલામ રસુલભાઇ કાદરી નામના 43 વર્ષીય વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આ આપઘાતની ઘટનાથી પરિવારજનો ભારે દુઃખમાં ગરકાવ થયા છે. આપઘાત કરનાર ગુલામ કાદરી 2011 ની વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેની દવા પણ ચાલુ હતું. તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. પરંતુ જામનગરના પૂરે તેની માનસિક સ્થિતિ પર મોટી અસર કરી હતી. તે જામનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ત્યારે પૂર (jamnagar flood) ને કારણે તેની દુકાનનો બધો માલ પલળી ગયો હતો. આ કારણે તે ચિંતામાં હતા. હવે શું થશે તે ચિંતામાં તેણે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.


આ વિશે તેના ભાઈ શબ્બીર કાદરીએ જણાવ્યું કે, આર્થિક નુકશાનની ચિંતામાં મારા ભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ભારે વરસાદને લીધે કરિયાણાની દુકાનના માલસામાનને નુકશાન થઈ ગયુ હતુ. જે તેમને સહન થયુ ન હતું.