મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર તાલુકાની જામજોધપુર શાખામાં વર્ષ 2017 માં બેંકના કર્મચારીઓ દ્વારા 134 જેટલા ખાતેદારોના અંદાજે 5 કરોડથી વધુ રકમની ખાતેદારોના ખાતામા એન્ટ્રી ન કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વારંવાર મુખ્યમંત્રી સુધી આ બાબતે લેખિત રજુઆતો કરવા છતા નિવેડો ન આવતા હવે અ‍ તમામ ભોગ બનનાર લોકો મુખ્યમંત્રી કાર્યાલયે ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી રહયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની વિગત મુજબ વર્ષ 2017 દરમિયાન જામનગર જિલ્લા સહકારી બેંક હેઠળ આવતી જામજોધપુર સહકારી બેન્કના કર્મચારીઓ દ્વારા ખાતેદારો દ્વારા જમા કરવામાં આવેલા લાખો રુપિયાની ખોટી રસીદો આપી અંદાજે 134થી પણ વધુ ખાતેદારોના રૂપિયા પાંચ કરોડથી પણ વધુનું કૌભાંડ આચરી પલાયન થઈ ચૂક્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કૌભાંડ આચરનારા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે કરોડોનું કૌભાંડ આચરનાર કર્મચારીઓને જામીન ઉપર મુક્ત પણ કરી દેવામાં આવ્યા અને બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં પૈસા પરતના આવતા આખરે તમામ ખાતેદારો રોષે ભરાયા છે.


ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ



સંખ્યાબંધ લોકોની આ સમસ્યાને લઈને વારંવાર જિલ્લા સહકારી બેન્ક ખાતે વિવિધ રજૂઆતો તેમજ ખાતેદારો દ્વારા ધામા પણ નાખવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત તમામ સમસ્યાને લઈને અવારનવાર ભોગ બનનારા લોકો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. તાજેતરમાં જ કલેક્ટરના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવયો હતો. કલેક્ટર દ્વારા આ મુદ્દે કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય જેથી આ મુદ્દે પ્રશ્ન ન લેવાની જાણ કરવામાં આવી હતી. હવે જ્યારે તમામ જગ્યાએથી ભોગબનનાર ગ્રામજનો થાકી ચૂક્યા છે. આગામી સમયમાં મુખ્યમંત્રીના કાર્યાલયમા ધામા નાખવાની ચીમકી તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.