મસ્તાક દલ/ જામનગરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ સુંદર રમત રમીને આખી મેચનું પાસું પલટી નાખ્યું હતું. જામનગરના જામસાહેબ જાડેજાની રમત પર આફરીન પોકારી ગયા છે અને તેમણે જાડેજાની રમતની પ્રશંસા કરતો એક પત્ર પણ લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના રાજવી જામસાહેબે રવિન્દ્ર જાડેજાને સંબોધીને આજે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જાડેજાની પ્રશંસા કરતા લખ્યું કે, "ભારત જીતી શક્યું નહીં એ ઘણી જ દુઃખની વાત છે. રમતના દરેક ક્ષેત્રમાં તમારા પરફોર્મન્સ પર મને ખુબ જ ગર્વ છે. વેલ ડન."


ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતનો પરાજય થયો હતો. જોકે, પ્રારંભિક વિકેટો પડી ગયા પછી રમતમાં આવેલા વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ આખી બાજી સંભાળી લીધી હતી. બંનેએ 7 વિકેટની ભાગીદારીમાં 116 રન ફટકાર્યા હતા અને ન્યૂઝીલેન્ડના હાથમાંથી બાજી જતી રહે તેવી સ્થિતિ લાવીને ઊભી કરી દીધી હતી. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...