ઝી બ્યુરો/રાજકોટ: જેતપુર માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે. મુંબઈ જનારા લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જેતપુર ઉભી રહેશે. જી હા...નવાગઢ રેલવે સ્ટેશને જનતા એક્સપ્રેસ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળી ગયો છે. ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇગ ઉદ્યોગની માંગણી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી ઘાતક સાબિત થશે? ગુજરાતમાં બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?


તમને જણાવી દઈએ કે નવાગઢ સ્ટેશને સ્ટોપ આપવા રેલવે મંત્રી, સાંસદ રમેશ ધડુંક તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાને રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે લાંબા અંતરની ટ્રેનની સ્ટોપની માંગણી સ્વીકારમાં આવી છે. 19217/18 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળ-બાંદ્રા નવાગઢ સ્ટેશન પર સ્ટોપ થશે. 


હરણી બોટ દુર્ઘટના: ગુજરાતનો ચકચારી મામલો સુપ્રીમમાં, તંત્રની બેદરકારીથી બાળકોના મોત


આ પ્રસંગે સાંસદ રમેશ ધડુંક, ધારાસભ્ય જયેશ રાદડિયા અને રેલવે DRM સહિત પદા અધિકારીએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. હજુ લાંબા અંતરની નવાગઢ સ્ટેશન પર પસાર થતી તમામ પેસેન્જર ટ્રેન સ્ટોપ મળે તેવી માંગ કરવામાં આવી છે.


વાહ રે મારું ગુજરાત; સુરતની 14 વર્ષની દીકરી ભાવિકા મહેશ્વરીએ આપ્યું 52 લાખનું દાન