જન્માષ્ટમીનું કાઉન્ટડાઉન શરૂ : ગુજરાતના મંદિરો કૃષ્ણમય બન્યા, જુઓ મંદિરોમાં કેવો છે જશ્નનો માહોલ
આજે દેશભરમાં ‘નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ’ સાથે દેશભરના કૃષ્ણ મંદિરો ગૂંજી ઉઠશે. ભાવિક ભક્તો કૃષ્ણ જન્મમાં કાનુડાને ઝૂલો ઝૂલાવીને તેમજ માખણ મીસરી ખવડાવીની ઉજવતા હોય છે. જેને લઈને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે.
અમદાવાદ :આજે દેશભરમાં ‘નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ’ સાથે દેશભરના કૃષ્ણ મંદિરો ગૂંજી ઉઠશે. ભાવિક ભક્તો કૃષ્ણ જન્મમાં કાનુડાને ઝૂલો ઝૂલાવીને તેમજ માખણ મીસરી ખવડાવીની ઉજવતા હોય છે. જેને લઈને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે. આજે પવિત્ર જન્માષ્ટમીનું પાવન પર્વ હોઈ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની મંદિરોમાં કરાઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
જન્માષ્ટમીના દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ખાસ ઉપવાસ રાખવામાં આવે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળી મટકી ફોડ માટે નીકળી પડે છે. જન્માષ્ટમીના પર્વને લઈને ગુજરાતના અનેક મંદિરોમાં શણગાર કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીને લઈને દ્વારકા મંદિરને ભવ્ય શણગારવામાં આવ્યું છે. મંદિરમાં મોટી સંખ્યમાં ભક્તો ઉમટી પડ્યો છે.
ગુજરાતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, જુઓ LIVE TV :
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પહેલાં કૃષ્ણ મંદિરો ઝગમગી ઉઠ્યાં છે. કરોડો ભક્તો ભગવાનના આશીર્વાદ લેવા જાણીતાં કૃષ્ણ મંદિરોના દર્શને પહોંચ્યા છે. જન્માષ્ટમીના પર્વની આખો દેશ ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જગપ્રસિદ્ધ શામળાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિરને રંગીન રોશનીથી સજાવાયું છે અને અરવલ્લીની ગિરિમાળાઓ આ રોશની અને ભક્તિમય માહોલને કારણે કૃષ્ણમય બની છે.
જન્માષ્ટમી પર્વ પર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી જન્મદિવસની ઉજવણીને ધામધૂમથી કરાઈ રહી છે. જન્માષ્ટમીને પગલે સમગ્ર મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે મંદિરમાં ફુગ્ગા, હાર અને લીમડાના તોરણ લગાવીને શણગારવામાં આવ્યું છે. મંદિરની દિવાલ પર લેઝર લાઇટથી સૂત્રો પણ લખવામાં આવ્યા છે. જન્માષ્ટમીના પગલે મંદિરની સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે.