આણંદ: સમગ્ર રાજ્યમાં થયેલા કોરોના સંક્રમણ લઇને રાજ્ય સરકારે (Gujarat Government) અલગ અલગ પ્રકારે કોરોનાને કાબૂમાં લેવા માટે નિર્ણયો લઈ રહી છે, અલગ અલગ જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા જરૂરી વહીવટી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના પગલે અલગ અલગ જિલ્લાઓમાં વહીવટીતંત્ર લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહી રહી છે ત્યારે બીજી તરફ રસીકરણ માટે પણ ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર અને વહીવટી તંત્રના અલગ-અલગ પ્રયત્નો બાદ પણ કેટલાક વિસ્તારોમાં કોરોના (Coronavirus) બેકાબૂ બની ગયો છે જેને લઇને દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જેના ભાગરૂપે આણંદ (Anand) જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન (Lock Down) કરવામાં આવ્યા છે. 

છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુની તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ


ત્યારે હવે જિલ્લાની સૌ પ્રથમ કહી શકાય તેવી બોરસદ નગર પાલિકા ક્ષેત્રમાં પણ સપ્તાહિક એટલે કે અઠવાડિયામાં એક વખત રવિવારે જનતા કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે સામાન્ય દિવસોમાં પણ રાત્રીના ૯થી સવારના ૫ વાગ્યા સુધીનો જનતા કરફ્યુ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

You Tube પરથી શીખીને છાપતો હતો નકલી નોટો, દોઢ વર્ષમાં છાપી લાખોની નોટો, અંતે ઝડપાયો


બોરસદ (Borsad) નગર પાલિકા પ્રમુખ આરતી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પોલીસ અધિકારી અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં વેપારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ સામાન્ય દીવસોમાં એટલે કે સોમ થી શની રાત્રિમાં 9 થી 5 અને અઠવાડિયામાં એક વખત એટલે કે રવિવારે જનતા કર્યું રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


મહત્વની વાત છે રવિવારે જનતા કર્ફ્યૂ દરમિયાન સવારે 7 થી 9 વાગ્યા સુધી જરૂરિયાતની ચીજવસ્તુઓ એટલે કે દવા દૂધ જેવી દુકાનો ખુલ્લી રહેશે. વધતા સંક્રમણને લઇને લેવાયેલો આ નિર્ણય સંક્રમણ ઘટાડવા માટે કેટલો મદદરુપ થશે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube