ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ધ્યાનમાં રાખીને મોરબીમાં પણ બંધ પાળવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ સામેની જંગમાં સરકારને સૌ કોઈ સહયોગ આપી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના તમામ બજારો, કારખાનાઓ બંધ રાખીને જનતા કર્ફ્યૂમાં (#GujaratJageCoronaBhage) સહકાર આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર અને જીલ્લામાં તેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ (Rajkot) ના ખાણીપીણી બજારો જે 24 કલાક ધમધમતા હોય છે, તે પણ ખાલીખમ બની ગયા છે. શહેરના તમામ બજારો વેપારીઓએ જ સ્વયંભુ રીતે બંધ રાખીને વહીવટી તંત્રને પૂરો સહકાર આપ્યો છે. અને જે રીતે રાજકોટમાં આજે લોકોએ જનતા કર્ફ્યુનું પાલન થઈ રહ્યું છે, તેવું રાજકોટમાં છેલ્લા પાંચ દાયકામાં કયારે પણ જોવા મળ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કે, ગુજરાતના રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ 25 તારીખ સુધી બંધ રહેવાના છે. ફક્ત મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ, કરિયાણા સ્ટોર અને શાકભાજીની દુકાનો જ ચાલુ રહેવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#GujaratJageCoronaBhage : ગુજરાત સજ્જડ બંધ, લોકોએ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું


રસ્તાઓ સાવ ખાલી
રાજોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ સહિતના રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યાં છે. રેસકોર્સ, સરદારબાગ, પ્રેમમંદિરનો બગીચો, ઇશ્વરિયા પાર્ક, રાજકોટ ઝૂ પાસેના વિસ્તારો પણ સૂમસાન બની ગયા છે. રાજકોટમાં પણ ધારા 144ની કલમ લાગુ કરી દેવાઈ છે. 


પોલીસ માઈક પર સૂચના આપી રહી છે
જે લોકોમાં હજી પણ અવેરનેસ નથી આવી તે લોકોને પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યાં છે. રાજટોક પોલીસ બહાર નીકળતા લોકોને સૂચના આપી રહી છે. તો સાથે જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન ગડુએ પોલીસ કાર્યવાહી વિશે કહ્યું કે, અમે જરૂરી કામ માટે જતા લોકોને જવા દઈએ છીએ. રાજકોટની જનતા પાલન કરી રહી છે. કરફ્યૂનું પાલન ન કરનારા લોકોને અમે કાયદેસર કાર્યવાહી વિશે સમજાવી રહ્યાં છે. ગઈકાલે અમે આરએમસી સ્ટાફ સાથે કાર્યવાહી કરીને કાયદાનુ પાલન ન કરનારા લોકોને દંડ કર્યો હતો. 


અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન


વિદેશથી આવેલા 700 હોમ ક્વોરેન્ટાઈનમાં
રાજકોટમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો મામલામાં જોઈએ તો, જનતા કફર્યુને રાજકોટવાસીઓનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં આશરે 700 વિદેશથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. 25 લોકો ક્વોરન્ટાઇન બિલ્ડીંગમાં દેખરેખ હેઠળ છે. 1 પોઝિટિવ દર્દી જ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગની કામગીરી સતત ચાલુ છે.


જામનગરમાં સ્થિતિ
જામનગર જિલ્લામાં અને શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જનતા કરફ્યૂની અપીલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગર એસટી ડિવિઝનની 250 જેટલી બસ બંધ છે. તો એસટી વિભાગના 400 કર્મચારીઓને આજે રજા આપવામાં આવી છે. લોકો ઘરની બહાર ન નીકળે અને કોરાના ક્રાઇસીસને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ થઇ રહ્યાં છે. કોરોના વાયરસનો કોહરામ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 14 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે લોકોમાં પણ અવેરનેસ જોવા મળી છે. આમ જામનગરમાં સવારે સાત વાગ્યાથી જ લોકોના આરોગ્યના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે. એસટી બસ સ્ટેન્ડ પર એક પણ મુસાફર જોવા મળી રહ્યા નથી....


જેતપુરમાં સ્થિતિ 
આજે જનતા કર્ફ્યુ ને લઈને જેતપુરના તમામ તાલુકા બંધ છે. જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિત તમામ શહેરો બંધ છે. તમામ દુકાન અને રોજગાર બંધ થયા છે. શહેરોના તમામ બજારો બંધ છે. વેપારીઓ અને લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવી છે. મેડિકલ સ્ટોર અને દવાખાના ખુલ્લા છે. તો વડાપ્રધાન મોદીની જનતા કર્ફ્યુની અપીલને સમર્થન અપાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...