ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વહેલી સવારથી જનતા કર્ફ્યૂ (JantaCurfew) નું પાલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે રહ્યા છે અને કોરોના વાયરસ (corona virus) સામે લડવાના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા, અનેક લોકોમાં જાગૃતતા આવે તે માટે પીએમ મોદીએ આજના દિવસ માટે સવારથી સાંજ સુધી જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે. વિપક્ષે પણ પ્રધાનમંત્રીની પહેલને સમર્થન આપ્યું છે. આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ છે. તો દેશમાં દેશમાં 333 કેસ સામે આવ્યા છે. 


જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, ખાસ વાંચી લેજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી
અમદાવાદમાં કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ સંપૂર્ણ બંધ છે. તમામ બસને વિવિધ ડેપોમાં મોકલી દેવાઈ છે. મુસાફરોથી ધમધમતા સ્ટેન્ડ પર સન્નાટો છવાઈ ગયો છે. સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી છે. એસ.ટી સ્ટેન્ડ બહાર લોકોની સામાન્ય અવરજવર જોવા મળી રહી છે. 


સુરતના પરિવારે ઘરે કર્યાં યોગાસન
સુરતમાં સ્થાનિકો જનતા કર્ફ્યૂના કારણે મળેલા સમયનો સદુઉપયોગ કરી રહ્યા છે. જગીવાળા પરિવારે શરૂઆત યોગાથી કરી છે. પરિવારના તમામ સભ્યોએ યોગાસન કર્યા. જનતા કર્ફ્યૂના કારણે આ પરિવાર ઘરમાં છે. પ્રધાનમંત્રી મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે, ત્યારે આ સુરતનો આ પરિવાર લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે.


પેટ્રોલ પંપ ચાલુ
જનતા કર્ફ્યૂની વચ્ચે અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ ચાલુ રાખવામાં આવ્યા છે. જોકે માત્ર અડધા જ કર્મચારીઓથી પેટ્રોલ પંપ ચલાવવામાં આવી રહ્યો છે. માત્ર 3 કે 4 કર્મચારીઓ જ પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે. કોરોના સામે લડી રહેલા, સેવા આપી રહેલા લોકો માટે ચલાવવામાં પેટ્રોલ પંપ આવી રહ્યા છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ડોકટર, ફરજ પરના સરકારી અધિકારીઓ, ફાયરની ટીમને પેટ્રોલ-ડીઝલ મળી રહે તે ઉદ્દેશથી પેટ્રોલ પંપ ચાલુ છે.


જનતા કર્ફ્યૂને પંચમહાલ જિલ્લામાં સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીની જનતા કર્ફ્યૂની અપીલને લોકોએ સ્વયં બંધ પાડી વધાવી લીધી છે. ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. લોકોએ સ્વેચ્છાએ કર્ફ્યૂને સમર્થન આપ્યું છે. કોરોના વાઇરસને ડામવા પંચમહાલ જિલ્લામાં જાગૃતતા જોવા મળી. ચાની કીટલી અને પાનના ગલ્લાઓ સહિત તમામ દુકાનો પણ સદંતર બંધ છે. જિલ્લામાં તમામ વાહનોના પૈડા થંભી ગયા છે. રસ્તાઓ સુમસામ બન્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...