રાજકોટઃ જસદણ-વીંછિયા બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા આ સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જેની તારીખે ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે જસદણ તાલુકાના કોંગ્રેક પ્રમુખ અને વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. આ પંથક બાવળિયાનો ગઢ માનવામાં આવી છે. તો ચૂંટણી પહેલા બંન્ને પ્રમુખોએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે સમસ્યા ઉભી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષમાં અમારી થાય છે અવગણના
જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ કાકડિયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પોતાના રાજીનામામાં જણાવ્યું કે, પક્ષમાં અમારી અવગણના થઈ રહી છે. કોંગ્રેસના આગેવાનો રાજકોટથી આવીને અમારા વિસ્તારમાં અમારી અવગણના કરે છે. જેથી હું કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ પક્ષના સભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું સ્વેચ્છાએ રાજકીય નિવૃતી લેવા માટે રાજીનામું આપું છું. 


વીંછિયાના પ્રમુખે બિમારીનું કારણ દર્શાવ્યું
વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવાભાઈ જોગરાજીયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાને આપેલા રાજીનામામાં જણાવ્યું કે, મારુ સ્વાસ્થ્ય સારૂ ન રહેવાથી હવે હું આ કામ કરી શકું તેમ નથી, જેથી કોંગ્રેસ પક્ષમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપવા માટે સમંતિ દર્શાવું છે. તો બીજીતરફ રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા થી રહી છે કે કડવાભાઈ વીંછિયા માર્ટેકિંગ યાર્ડના ચેરમેન છે અને આ પદ જાળવી રાખવા માટે બાવળિયાના રાજકીય દબાણને કારણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.