અમદાવાદ: જસદણમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આજે પરિણામનો દિવસ હતો. ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને હરાવીને કોંગ્રેસનો ગઢ ગણાતા જસદણમાં ભાજપને જીત અપાવી છે. તેઓ 19,985 મતોથી જીત્યાં. આમ હવે કોંગ્રેસના ગઢમાં ભાજપનો આન બાન શાનથી પ્રવેશ થયો છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.  2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો પર જીત મેળવી હતી. જસદણમાં હાલ ભાજપમાંથી ચૂંટણી લડી  રહેલા કુંવરજી બાવળીયા અગાઉ કોંગ્રેસની ટિકિટ પરથી પાંચ વાર ચૂંટણી લડીને જીતી ચૂકેલા છે. જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણી જીતવા માટે મેગા પ્રચાર કર્યો હતો. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંવરજી બાવળીયા પાંચવાર જીત્યા છે આ સીટ
પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા આ બેઠક પરથી અગાઉ  પાંચવાર ચૂંટણી જીતી ચૂકેલા છે. આ વખતે કોણ જીતશે તે તો આવનારો સમય જ કહેશે. 1995, 1998, 2002, 2007, 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બાવળીયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતાં અને જીત્યાં હતાં. જો કે હવે તેઓ ભાજપમાંથી લડી રહ્યાં છે. આ સીટ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ હોવાથી હવે ચૂંટણી રોમાંચક બની રહી છે. ભાજપ તરફથી આ ચૂંટણીમાં પ્રચાર માટે કોઈ તક જવા દેવામાં આવી નથી. રાજ્યના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં જોડાયા હતાં. 


જસદણ વિધાનસભા બેઠકનો વિજયી ઉમેદવારોનો અત્યાર સુધીનો રેકોર્ડ
         
વર્ષ ઉમેદવારનું નામ પક્ષ મત સંખ્યા (જીતનાર ઉમેદવાર) જીતનો તફાવત (મતસંખ્યા)
         
2017 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 84321 9277
2012 ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસ 78055 11027
2009 (પેટાચૂંટણી) બી બી ખોડાભાઈ ભાજપ 59934 14774
2007 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 64674 25679
2002 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 71296 20599
1998 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 40473 13300
1995 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 46207 21604
1990 ભીખાભાઈ ભાંભણીયા IND (અપક્ષ) 19112 8187
1985 ડાભી મામૈયાભાઈ કોંગ્રેસ 24736 10002
1980 ડાભી મામૈયાભાઈ IND (અપક્ષ) 19041 4623
1975 શિવકુમાર ખાચર IND (અપક્ષ) 27486 11199
1972 ગોસાઈ પી ગુલાબગીરી કોંગ્રેસ 18831 6839
1967 શિવકુમાર ખાચર SWA 13553 67
1962 વસંત પ્રભા શાહ કોંગ્રેસ 11186 4682
         

ભાજપે કર્યો મેગા પ્રચાર
જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટાચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. જસદણમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે  કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.