રાજકોટઃ Jasdan Gujarat Chunav Result 2022:  જસદણ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે ત્યારે છેલ્લા 30 વર્ષોમાં ભાજપ ફક્ત 1 જ વખત જીત્યું છે ત્યારે જસદણ બેઠક સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મહત્વની ગણાય છે. એમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે....2017ની ચૂંટણી બાદ કુંવરજી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા..અને પેટાચૂંટણીંમાં ભાજપની જીત થઈ છે..ફરીએકવાર ભાજપે અહી રિપીટ થીયરી અપનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણમાં કુંવરજી બાવળિયાનો ગઢ યથાવત રહ્યો


  • જસદણ વિધાનસભા બેઠક પર ફરી કુંવરજી બાવળીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા 

  • 16172 મતથી ભાજપના કુંવરજી બાવળીયાની જીત 

  • કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા 

  • જસદણમાં આમ આદમી પાર્ટીએ પહોચાડ્યું કોંગ્રેસને નુકશાન 

  • કુંવરજી બાવળીયાને મળ્યા 63808 મત 

  • ભોળાભાઇ ગોહિલને મળ્યા 45795 મત 

  • તેજસ ગાજીપરાને મળ્યા 47636 મત 

  • નોટાને મળ્યા 2073 મત


2022 ની ચૂંટણીના પરિણામ


જસદણમાં કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યાં છે. જસદણમાં કુંવરજી બાવળિયાને હરાવવાના અનેક કારસા રચાયા હતા, પરંતું હાલની સ્થિતિ બતાવી રહી છે કે કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યાંછે


2022ની ચૂંટણી
જસદણ વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભોલાભાઈ ગોહિલ મેદાનમાં છે. આપે તેજસ ગાજીપરાને ટિકિટ આપી છે..


2017ની ચૂંટણી
1995થી 2017 સુધી અહીં સતત પંજાની પકડ રહી હતી..2017માં કોગ્રેસે કુંવરજી બાવળિયાને ટીકિટ હતી અને ભાજપે ફરી ભરત બોઘરાને રિપીટ કર્યા..જેમાં 9277ની સરસાઈથી ભરત બોઘરાને હાર મળી હતી.


2012ની ચૂંટણી
જસદણ બેઠક પર 2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.જ્યારે ભરત બોઘરાની હાર થઈ હતી...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube