હરિન ચાલીહા/દાહોદ: દેવગઢબારીઆના ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. ધાર્મિક પ્રસંગમાં  લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 14 જેટલાને ગંભીર અસર થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં રાત્રી દરમિયાન વધુ એકની હાલત ગંભીર થતા વધુ સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે મોડી રાત્રે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા, તો કેટલાકને ચક્કર આવવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારબાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ ધાર્મિક પ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. તેમાંથી 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. 14 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા છે. ઘટનાની તપાસ કરતા ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે. રાત્રી દરમિયાન વધુ એકની હાલત ગંભીર થતા વધુ સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખસેડાયો હતો. 


સુરતમાં DEO અને પાલિકા એક્શનમાં: ઓમિક્રોનનો કેસ નોંધાતા તમામ સ્કૂલે રોજ ફરજીયાત કરવું પડશે આ કામ


લોકોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. ત્યારબાદ બકરાના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા અને લોકો પોતપોતાના ભાગનું મટન લઈને ઘરે લઇ ગયા હતાં. ઘરે જઈને તમામ લોકોએ આ મટન જમ્યા હતા. પરંતુ જમ્યા બાદ થોડાક જ સમયમાં તમામ 15 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને ચક્કર આવવા લાગ્યા હતાં. તે દરમિયાન કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનું મોત થઇ ગયું હતું. બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં.


Gujarat Assembly Elections પહેલા યુવાઓને આકર્ષવા રાજકીય પાર્ટીઓએ શરૂ કર્યો મોટો 'જુગાડ' 


ઘટનાની ગંભીરતા જોતા પ્રશાસન ભુલવણ પહોંચ્યું
ઘટનાને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ ધસી જઇ તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ, એસપી, તેમજ જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દવાખાને દોડી ગયા હતાં. આ ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી તપાસમાં જોતરાયેલી હતી.