Gujarat Politics : ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણી પછી આપસી મતભેદો હવે ખુલ્લીને બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાં ભાજપમાં આવેલા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા જવાહર ચાવડા નારાજગીનો એક વીડિયો હાલ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. ચૂંટણી સમયે ચાવડાની સુચક ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ત્યાં તેમના આ નવા વીડિયોથી હવે આગામી સમયમાં નવા જૂની થાય તો નવાઈ નહીં. 


  • શું જવાહર ચાવડાનો ભાજપથી થયો મોહભંગ?

  • શું ચાવડા ફરી જૂના પક્ષમાં જઈ રહ્યા છે પરત?

  • લાડાણી ભાજપમાં આવતા ચાવડા નારાજ?

  • ચૂંટણી સમયે કેમ ચાવડાની હતી ગેરહાજરી?

  • મનસુખ માંડવિયાના નિવેદનથી લાગ્યું ખોટું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણી સમયે થયેલા મનદુખ હવે ખુલ્લીને બહાર આવી રહ્યા છે. જવાહર ચાવડાનો આ વીડિયો ઘણું બધુ કહી જાય છે. ચાવડાએ પોતાનો જ એક વીડિયો બનાવ્યો અને તેમાં ભાજપનો સિમ્બોલ હટાવતા જોવા મળ્યા. તેમનો આ ઈશારો ઘણું બધુ કહી જાય છે. ચાવડાએ પોતાના વીડિયોમાં મનસુખ માંડવિયાના એક નિવેદનનો જવાબ આપ્યો હતો. સૌથી પહેલા તો ચાવડાનો આ વીડિયો તમે જુઓ..


લોકસભા સાથે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં લાડાણીએ ચાવડા પર અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃતિ કરતાં હોવાનો આરોપ લગાવતાં લાડાણીએ સી.આર.પાટીલને પત્ર પણ લખ્યો હતો. ચાવડાના પુત્ર રાજ ચાવડાનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. જો કે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ લાડાણીની જીત થઈ. પરંતુ ત્યારપછી મનસુખ માંડવિયાનું એક નિવેદન આવ્યું. શું હતું આ નિવેદન સાંભળો તમે.



કોણ છે જવાહર ચાવડા?


  • જવાહર ચાવડા માણાવદરના મોટા નેતા 

  • 1988માં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી

  • 1990માં કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

  • 2007, 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા

  • 2019માં કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા

  • 2019માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયા

  • રાજ્ય સરકારમાં મંત્રી બન્યા, 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર્યા


માંડવિયાનું નિવેદન એક અંશે ખોટું પણ ન કહી શકાય. તેમણે પાર્ટીને વફાદાર રહેવાની વાત કરી હતી. જવાહર ચાવડા માણાવદરના મોટા નેતા છે. ચાવડાએ 1988માં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1990માં કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ત્યારબાદ 2007, 2012 અને 2017માં ચૂંટાયા. 2019માં કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા અને 2019માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયા. રાજ્ય સરકારમાં મંત્રી બન્યા. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા.


  • ભાજપના ચાવડાનો ભાજપથી થયો મોહભંગ?

  • પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો સામે આવ્યો વીડિયો 

  • ભાજપનો સિમ્બોલ હટાવી કર્યા માંડવિયા પર પ્રહાર

  • લાડાણીની ભાજપમાં એન્ટ્રીથી ચાવડા છે નારાજ?

  • ફરી પોતાના જૂના પક્ષમાં જશે જવાહર ચાવડા?

  • ચાવડા વિશે શું બોલ્યા હતા મનસુખ માંડવિયા?


લાંબો રાજકીય અનુભવ ધરાવતા જવાહર ચાવડા શું ફરી પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં પરત ફરશે? હાલ જે વીડિયો વાયરલ થયો તેના પરથી તો એ જ કહી શકાય કે ચાવડા આગામી દિવસોમાં કંઈક નવા જૂની કરશે. ત્યારે જોવું રહ્યું કે, આગળ શું થાય છે?